યૌન શોષણના આરોપમાં જેલમાં બંધ આસારામની જામીન અરજીનો જોધપુર કોર્ટે સુનાવણી માટે સ્વિકાર કરી લીધો છે. આસારામની અરજી પર જાન્યુઆરીના ત્રીજા અઠવાડીયામાં સુનાવણી હાથ ધરવામા આવશે. આસારામે કોર્ટમાં પોતાની ઉંમરનો હવાલો આપતા આ કેસમાં જામન માટે સુનાવણી કરવાની આજીજી કરી છે.
જસ્ટિસ સંદીપ મહેતા તથા રામેશ્વરલાલ વ્યાસની ખંડપીઠે આસારામની અરજીનો સ્વિકાર કરી લીધો છે. આસારામનું કહેવુ છે કે, તે 80 વર્ષના છે.તથા 2013થી જેલમાં બંધ છે. કોર્ટને આસારામે જણાવ્યુ હતું કે, તેમની અપીલ પર જલ્દીથી સુનાવણી કરવામાં આવે. આસારામની અરજી વરિષ્ઠ વકીલ જગમાલ ચૌધરી તથા પ્રદીપ ચૌધરીએ રજૂ કરી હતી.

આપને જણાવી દઈએ કે, 2013માં એક સગીર વયની યુવતીએ જોધપુરની નજીક મનાઈ આશ્રમમાં આસારામ પર રેપનો આરોપ લગાવ્યો હતો. 31 ઓગસ્ટ 2013ના રોજ આસારામની મધ્ય પ્રદેશના ઈન્દોરમાંથી ધરપકડ કરવામાં આવી હતી. આસારામ પર પોસ્કો, જુવેનાઈનલ જસ્ટિસ એક્ટ, રેપ, ગુનાહિત ષડયંત્ર અને બીજા કેટલાય ગુના દાખલ કરવામા આવ્યા છે.
વર્ષ 2014માં પણ આસારામે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી કરી હતી. જેને કોર્ટે ફગાવી દીધી હતી. એપ્રિલ 2018માં જોધપુર સ્પેશિયલ કોર્ટે આસારામને એક સગીર વયની યુવતી સાથે રેપ કરવાના મામલે દોષી ઠેરવ્યો હતો. કોર્ટે આસારામને પોક્સો કાનૂન હેઠળ આજીવન કારાવાસ અને 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
READ ALSO
- 50 પૈસા વ્યાજે રૂપિયાની લાલચમાં સુરતીએ 8.42 લાખના દાગીના ગુમાવ્યા, 3 દિકરી, પત્ની અને ભત્રિજી દાગીના વિનાની થઈ ગઈ
- ‘સેટ પર તો બધા મને…’ બોલ્ડ સીન કરતી વખતે થાય છે કેવો અનુભવ, સની લિયોનીએ કર્યો મોટો ખુલાસો
- પુલવામાની ઘટના આતંકવાદી હુમલો નહોતો પણ ભાજપે ચૂંટણી જીતવા માટે CRPF ના 40 જવાનોનું લોહી રેડ્યું
- ફાયદાનો સોદો/ હવે કંઈ પણ ગિરવે મુકયા વિના મળી જશે 5 કરોડ રૂપિયા સુધીની લોન, જાણો કઈ બેન્ક કોને આપી રહી છે આ સુવિધાઓ
- રાજકોટ/ સીએમ રૂપાણીના હસ્તે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું