GSTV

SBIમાં બમ્પર વેકેન્સી: 2000 પદો પર થશે ભરતી, મળશે શાનદાર સેલરી

sbi

Last Updated on July 2, 2020 by pratik shah

ભારતીય સ્ટેટ બેન્ક (SBI) ગ્રુપે નિર્ણય લીધો છે કે તે આગામી 6 મહિનામાં 2000 જૂનિયરથી મિડલ લેવલ સુધીની એગ્ઝિક્યુટિવ્સ હાયરિંગ (Jobs in SBI)કરશે. બેન્કના આ પ્લાન વિશે જાણકારી ધરાવતા લોકોએ જણાવ્યું કે આ બધુ SBI એટલા માટે કરી રહી છે જેથી બેન્ક ગ્રામીણ વિસ્તારોમાં સારો ગ્રોથ કરી શકે અને પોતાના તે બિઝનેસને વધારી શકે, જેના માટે તે ગ્રાહકો પાસેથી ચાર્જ વસૂલે છે. કોવિડ-19ના કારણે આવકમાં ઘટાડો થવાના કારણે બેન્કે આ નિર્ણય લીધો છે.

સેલ્સ અને કૉલ સેન્ટરમાં 1500 લોકોની ભરતી

ભરતી સેલ્સ અને કૉલ સેન્ટર ક્ષેત્રમાં થશે, જેથી કંપનીના ક્રેડિટ કાર્ડ બિઝનેસને વધારી શકાય. તેના માટે ગ્રામીણ અને એગ્રિકલ્ચર ક્ષેત્રના અનુભવી લોકોને નોકરી આપવામાં આવશે. બેન્કે ફાઇનાન્શિયલ ઇક્લૂઝન પર ફોકસ કરવા માટે એક અલગ વર્ટિકલ પણ બનાવ્યું છે. જેના માટે આશરે 400 લોકોની ભરતી કરવામાં આવશે.

SBI

જણાવી દઇએ કે SBI કાર્ડ્સ કેટલાંક મહિના પહેલાં શેર માર્કેટમાં લિસ્ટ થયું છે, જે હવે પોતાનો બિઝનેસ વધારવાનું વિચારી રહી છે. ફક્ત સેલ્સ અને કૉલ સેન્ટરમાં આશરે 1500 લોકોની ભરતી કરવામાં આવશે.  

SBI આપશે આટલી સેલરી

વેકેન્સી

હાયર કરવામાં આવતા લોકોમાં કેટલાંક જૂનિયર કર્મચારી હશે તો કેટલાંક મિડલ લેવલના હશે. તેમને 15 હજારથી 25 હજાર સુધીની સેલરી આપવામાં આવશે. ગત વર્ષે પણ SBIએ 2000 ઑફિસર અને આશરે 8000 ક્લર્કની ભરતી કરી હતી. SBIએ કહ્યું કે તે સર્વિસ ક્વોલિટી અને બેન્કિંગ સર્વિસની ઉપલબ્ધતાને વધુ સારી બનાવશે, જેના માટે 68000 કસ્ટમર પોઇન્ટ્સનો ઉપયોગ કરવામાં આવશે.

Read Also

Related posts

LAC / અરુણાચલ પ્રદેશમાં તૈનાત કોણ છે સરિયા અબ્બાસી, સોશિયલ મીડિયા પર ફોટો થઈ રહ્યો છે વાયરલ

Zainul Ansari

ઠંડીની ઋતુમા બાળકોને રાખવા છે શરદી અને ઉધરસથી સુરક્ષિત, કરો આ દેશી ઓસડિયાનું સેવન અને મેળવો ફાયદા

Zainul Ansari

આર્યન ખાન ડ્રગ્સ કેસ/ સમીર વાનખેડે-એનસીપી નેતા આમને-સામને, NCB અધિકારી કથિત આરોપોને લઈને કરશે કાનૂની કાર્યવાહી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!