GSTV

ઓએનજીસીમાં નોકરીની છે સુપર્બ તક : 4182 જગ્યાઓ માટે ITI પાસ પણ કરી શકે છે અરજી

ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિ. (ONGC)એ ટ્રેડ એન્ડ ટેક્નિશિયન એપ્રેન્ટિસ (trade and technician apprentice)હેઠળ 4182 પોસ્ટ્સ માટે અરજીઓ મંગાવી છે. વિદ્યાર્થીઓને મહારત્ન કંપનીમાં કારકિર્દી બનાવવાની આ સારી તક હોઈ શકે છે. આ અંતર્ગત એકાઉન્ટંટ, આસિસ્ટન્ટ, HR,કોમ્પ્યુટર ઓપરેટર, ફિટર, લેબોરેટરી આસિસ્ટન્ટ, મિકેનિક ડીઝલ, સેક્રેટેરિયલ આસિસ્ટન્ટ (ITI) વગેરે પજો માટે દેશનાં 21 વર્ક સ્ટેશનો પર કેન્ડિડેટની જરૂર છે. કેન્ડિડેટ ફક્ત એક જ વર્કસ્ટેશન માટે અપ્લાઈ કરી શકશે. નોકરી માટે ઓનલાઈન આવેદન (Online Application) કરવાની છેલ્લી તારીખ 17 ઓગષ્ટ 2020 છે.

વય મર્યાદા

આ પોસ્ટ્સ માટે અરજી કરનારા ઉમેદવારોની લઘુત્તમ વય 18 વર્ષ અને મહત્તમ 24 વર્ષ છે. આરક્ષણ હેઠળ આવતા ઉમેદવારો માટે મહત્તમ વયમર્યાદામાં છૂટછાટની જોગવાઈ છે, જેમ કે એસસી અને એસટી ઉમેદવારો માટે 5વર્ષ, ઓબીસી ઉમેદવારો માટે 3 વર્ષ અને પીડબ્લ્યુબીડી ઉમેદવારો માટે ૧૦ વર્ષની જોગવાઈ છે.

લાયકાત

આમાં, કેટલાક પદો માટે, બેચલર ડિગ્રી (કોમર્સ, બી.એ., બીબીએ),તો કેટલાક માટે સંબંધિત વેપારમાં આઈટીઆઈ પાસ કરેલું હોવું જરૂરી છે. એન્જિનિયરિંગ સંબંધિત પોસ્ટ્સ માટે માન્યતા પ્રાપ્ત સંસ્થા અથવા ઈન્સ્ટીટ્યૂટ્સ માંથી એન્જિનિયરિંગમાં ડિપ્લોમા હોવું જરૂરી છે. અરજી કરતા પહેલા, એકવાર ઉમેદવારોની સૂચનાઓ તપાસો.

કેવી રીતે અરજી કરવી

અરજી કરતા પહેલા, ટ્રેડ એપ્રેન્ટિસ સાથે સંકળાયેલા ઉમેદવારોએ https://apprenticeshipindia.org સાઇટની મુલાકાત લઈને પોતાની નોંધણી કરાવવાની રહેશે, જ્યારે ટેક્નિશિયન એપ્રેન્ટિસ પોસ્ટ્સના ઉમેદવારોએ https://portal.mhrdnats.gov.in/boat/commonRedirect/registermenunew!registermenunew.action સાઇટની મુલાકાત લઈને નોંધણી કરાવવી જ જોઇએ. આ સમય દરમિયાન એક રજિસ્ટ્રેશન નંબર જનરેટ કરવામાં આવશે, જેને તમારે અરજી કરતી વખતે દાખલ કરવો પડશે. ઉમેદવારો ઓનલાઇન અરજી કરવા માટે http://www.ongcapprentices.ongc.co.in સાઇટની મુલાકાત લઈ શકે છે. ઉમેદવારોને ગુણ અને યોગ્યતાના આધારે ભરતી કરવામાં આવશે.

READ ALSO

Related posts

ખતરો/ ભારત માટે કેટલો ખતરનાક સાબિત થઈ શકે છે ચીનનો આ નવો વાયરસ, કેવી સાવધાની રાખવી પડશે

Pravin Makwana

IPL 2020: કલકત્તાએ નોંધાવી પ્રથમ જીત, સનરાઈઝ હૈદરાબાદની સતત બીજી હાર

Pravin Makwana

LIVE સંસદમાં સાંસદે પાર્ટનરના પ્રાઈવેટ પાર્ટને કરી લીધી કિસ, આપવું પડ્યુ મંત્રી પદેથી રાજીનામું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!