GSTV

યુવાનોને મળશે રોજગારની તક/ વર્ષ 2021માં આ સેક્ટરમાં નોકરીનો થશે વરસાદ, લાખો કર્મચારીઓની થશે ભરતી

Last Updated on February 16, 2021 by Ankita Trada

એક સર્વેમાં તાજેતરમાં જાણવા મળ્યુ છે કે, આઈટી સેક્ટરમાં 95 ટકા સીઈઓને આશા છે કે, ગત વર્ષની સરખામણીએ 2021માં ભરતીઓ સારામાં સારી થશે. 67 ટકાથી વધારે સીઈઓનું માનવું છે કે, નાણાકીય વર્ષ 20ની સરખામણીએ આ સેક્ટરમાં નાણાકીય વર્ષ 2021માં સારા પ્રદર્શનની આશા છે. NASSCOMએ નાણાકીય વર્ષ 2020-21માં 2.3 ટકા પર ઈન્ફોર્મેશન સેવા સેક્ટરના રેવન્યૂમાં વધારો થવાનો અનુમાન છે. આ અનુમાન છે કે, નાણાકીય વર્ષ 20માં 190 અબજ ડોલરની સરખામણીએ વર્ષ 2021મા આઈટી કંપનીઓનું રેવન્યુ 194 બિલિયન ડોલર થઈ ગયુ છે. નાણાકીય વર્ષ 2020-21ના બીજા છ માસિકમાં ટોપ ભારતીય આઈટી કંપનીઓના નિષ્ણાંતોનું અનુમાનથી ઘણુ સારુ છે.

કંપનીઓ દ્વારા ટેકનિક અપનાવામાં આવી

આ વૃદ્ધિ મહામારી વર્ષમાં ડિજીટલ ટ્રાંસફોર્મેશન અને કંપનીઓ દ્વારા ટેકનિક અપનાવામાં આવેલી ઝડપના કારણે બન્યુ છે. આઈટી ઉદ્યોગમાં નિકાસમાં પોતાની રણનીતિક સમીક્ષા 2021માં કહ્યુ હતું કે, ડિજીટલ ટ્રાંસફોર્મેશન અને ડીજીટલ અભ્યાસમાં અલાઈમેંટ કરવામાં આઈટી સેક્ટરમાં વૃદ્ધમાં ઘણા બધા અંશે યોગદાન હતું. ડિજીટલ ખર્ચે આઈટી ઈંડસ્ટ્રીઝમાં રેવન્ટમાં 28-30 ટકા યોગદાન આપ્યુ છે.

આઈટી રેવન્યુમાં વૃ્દ્ધિ મુખ્ય રીતે ઈ-કોમર્સથી થઈ

સમગ્ર વર્ષ દરમિયાન કોવિડ 19ની મહામારી છતાં આ સેક્ટરમાં રાષ્ટ્રીય સકલ ઘરેલૂ ઉત્પાદનમાં 8 ટકા સાપેક્ષ યોગદાન આપ્યુ છે, તેનાથી સર્વિસમાં 52 ટકા સાપેક્ષ ભાગીદારી, એપ્રિલથી સપ્ટેમ્બરમાં 2020 સુધી કુલ પ્રત્યક્ષ વિદેશી રોકાણમાં 50 ટકા યોગદાન આપ્યુ છે. આઈટી રેવન્યુમાં વૃ્દ્ધિ મુખ્ય રીતે ઈ-કોમર્સથી થઈ હતી. જે 4.8 ટકાથી વધીને 57 બિલિયન ડોલર થઈ ગઈ. ત્યાર બાદ હાર્ડવેયર સેંગમેંન્ટમાં 4.1 ટકા વધારો થયો, જેને 16 બિલિયન ડોલર રેવન્યૂ વધાર્યું.

કર્મચારી

મેન પાવરની નેટ રિક્રૂટર્સ હતી

આઈટી કંપનીઓ પણ મેન પાવરની નેટ રિક્રૂટર્સ હતી, ત્યાં સુધી કે, અન્ય સેક્ટરોની કેટલીય કંપનીઓના કર્મચારીઓનો સ્કોર માં રાખ્યા છે. નાણાકીય વર્ષ 21માં આ સેક્ટરમાં 138,000 નવા કર્મચારીઓ જોડાય તેવી શક્યતા છે. આ ઈંડસ્ટ્રીઝને નાણાકીય વર્ષ 21ના અંત સુધીમાં 4.47 મિલિયન રોજગાર આપશે તેવી સંભાવના છે.

READ ALSO

Related posts

હેલ્થ ટિપ્સ / ડાયાબિટીસના દર્દીઓ માટે લાભદાયી છે આ વસ્તુનું સેવન, કરો ઉપયોગ અને મેળવો તુરંત લાભ

GSTV Web Desk

વાતાવરણમાં પલટો / અમદાવાદ સહિત રાજ્યમાં ફરી એક વખત પડશે કડકડતી ઠંડી, આટલા દિવસ સતાવશે કાતિલ ઠંડી

GSTV Web Desk

પીવી સિંધુએ આ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટનો ખિતાબ કર્યો પોતાને નામ, ફાઇનલમાં આપી માલાવિકા બંસોદને માત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!