અહીં માત્ર ચોકલેટ ખાવાથી મળે છે શાનદાર નોકરી, તમારે જોઈતી હોય તો આટલું જ કરો

chocolate-girl

આજકાલ દેશમાં બોરોજગારી એટલી વધી ગઈ છે કે જ્યાં પણ નોકરી હોય છે ત્યાં લાખોની સંખ્યામાં લોકો અપલાય કરે છે. પરંતુ આજે અમે એક અનોખી નોકરીની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. જો તમને ચોકલેટ ખાવું પસંદ છે તો તમે આ નોકરી માટે પરફેક્ટ કેન્ડિડેડ છો. અને તમે આ નોકરી મેળવી પણ શકો છો. તો તમને જણાવી દઈએ કે તમે કઈ રીતે આ નોકરી મળવી શકો છો.

અહીં મળી રહી છે શાનદાર નોકરી

આ નોકરી Mondelez International કંપની આપી રહી છે જે ચોકલેટ લવર્સને આ અનોખી નોકરી કરવાની તક આપી રહી છે. આ કંપનીને ચોકલેટ ટેસ્ટર્સની શોધ છે. Professional Chocolate-tastersની આ વેકેન્સીના વિશે હાલમાં જ કંપનીએ પોતાની ઓફિશિયલ વેબસાઈટ પર જાણકારી આપતા જણાવ્યું હતું.

ફક્ત 8 કલાકની જોબ

સીલેક્ટેડ કેન્ડિડેટ્સને 12 લોકોની ટીમ સાથે કામ કરવાનું રહેશે. ખાસ વાત એ છે કે આ એક પાર્ટટાઈમ જોબ છે અને તેના માટે તમારે અઠવાડિયામાં ફક્ત 8 કલાક જ કામ કરવું પડશે. તે સમયે કેન્ડિડેટને ધણી બધી ચોકલેટ ટેસ્ટ કરવાની રહેશે અને સાચા રિવ્યૂ આપવાના રહેશે. કંપની આ કામ માટે તમને લગભગ 1000 રૂપિયા આપશે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter