SBI Apprentice Recruitment 2020: કોઇપણ વિષય સાથે ગ્રેજ્યુએશન કરનારા ઉમેદવારો માટે સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયા (SBI)માં નોકરી મેળવવાનો શાનદાર મોકો છે. SBIએ અપ્રેંટિસના હજારો પદો પર બંપર ભરતી બહાર પાડી છે. ઑફિશિયલ વેબસાઇટ sbi.co.in પર તેના માટે નોટિફિકેશન જારી કરવામાં આવ્યુ છે અને અરજીની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી ચુકી છે.
દેશના તમામ રાજ્યોમાં આ ભરતી કરવામાં આવશે. આ વેકેન્સીની ડિટેલ અહીં આપવામાં આવી રહી છે. સાથે જ નોટિફિકેશન અને ઑનલાઇન એપ્લીકેશનની લિંક્સ પણ આપવામાં આવી રહી છે.


પદનું નામ- એપ્રેંટિસ
પદોની સંખ્યા- 8500
કયા રાજ્યમાં કેટલા પદ
- ગુજરાત- 480 પદ
- આંધ્ર પ્રદેશ- 620
- કર્ણાટક- 600
- મધ્ય પ્રદેશ-430
- છત્તીસગઢ- 90
- પશ્વિમ બંગાળ- 480
- ઓડિશા- 400
- હિમાચલ પ્રદેશ- 130
- હરિયાણા- 162
- પંજાબ- 260
- તમિલનાડુ- 470
- પોંડીચેરી- 06
- દિલ્હી- 07

- ઉત્તરાખંડ- 269
- તેલંગાણા- 460
- રાજસ્થાન- 720
- કેરળ- 141
- ઉત્તર પ્રદેશ- 1206
- મહારાષ્ટ્ર- 644
- અરુણાચલ પ્રદેશ- 25
- અસમ- 90
- મણિપુર- 12
- મેઘાલય- 40
- મિઝોરમ- 18
- નાગાલેન્ડ- 35
- ત્રિપુરા- 30
- બિહાર- 475
- ઝારખંડ- 200

આ લાયકાત છે જરૂરી
ભારતની કોઇ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી જરૂરી છે. આ ઉપરાંત ઉમેદવારોની ઉંમર 20થી 28 વર્ષની વચ્ચે હોવી જોઇએ. અનામત વર્ગોની મહત્તમ વય મર્યાદામા છૂટ મળશે.
આ રીતે કરો અપ્લાય
આ વેકેન્સી માટે SBI Careersની વેબસાઇટ દ્વારા ઑનલાઇન અપ્લાય કરવાનું છે. 20 નવેમ્બર 2020થી અરજીની પ્રક્રિયા શરૂ કરવામા આવી છે. અરજી કરવાની અંતિમ તારીખ 10 ડિસેમ્બર 2020 છે.

સામાન્ય, ઓબીસી તથા ઇડબ્લૂયએસ ક્લાસના ઉમેદવારોને 300 રૂપિયા ફી ચુકવવાની છે. એસસી, એસટી અને દિવ્યાંગ ઉમેદવારો માટે આવેદન પ્રક્રિયા માટે કોઇ ફી નથી.
કેવી રીતે થશે સિલેક્શન
ઑનલાઇન લેખિત પરીક્ષા અને સ્થાનિક ભાષાની પરીક્ષા દ્વારા SBI અપ્રેંટિસના પદો પર સિલેક્શન કરવામાં આવશે.
ડાયરેક્ટ લિંક્સ
SBI Apprentice Notification 2020 માટે અહીં ક્લિક કરો.
અપ્લાય કરવા માટે અહીં ક્લિક કરો.
SBI Careersની વેબસાઇટ પર જવા માટે અહીં ક્લિક કરો.
READ ALSO
- બનાસકાંઠામાં લવજેહાદની ઘટનાઓ બનતા લોકોમાં રોષ, કાયદો લાવવાની કરી રહ્યા છે વાત
- રૂપાણી સરકારને સુપ્રીમની ફટકાર, કોર્ટનો સમય બરબાદ કરવા બદલ ફટકાર્યો આટલો દંડ
- સગીર સ્ટુડન્ટે ટ્યૂશન ટીચરનું જીવવું કર્યું હરામ, પોર્ન સાઈટ પર બનાવી દીધી તેમની પ્રોફાઈલ
- અમદાવાદ/ ઉત્તરાયણમાં હરખઘેલા બનેલા યુવકે હવામાં કર્યું ફાયરિંગ, પોલીસે ફરિયાદ નોંધી
- સાબરકાંઠા/ દંત્રાલ ગ્રામપંચાયતમાં ડખો, બે જૂથ વચ્ચે અથડામણ થતાં પોલીસ કાફલો ખડકી દીધો