GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

કોરોના મહામારીમાં નોકરીની સુવર્ણ તક: 1.40 લાખ જગ્યાઓ છે ખાલી, આજે જ કરો અરજી

કોરોના કાળમાં પણ જો કોઈ ઉમેદવાર સરકારી નોકરી મેળવવાની ઈચ્છા રાખે છે તો તેના માટે એક સારી તક આવી છે. ભારતીય રેલવેએ લખો વેકેન્સી કહી છે, રેલવેએ સેફટી અને નોન સેફટી ડિપાર્ટમેન્ટમાં લગભગ 1.40 લાખ વેકેન્સી કાઢી છે. સાથે જ તમામ ભરતી પ્રક્રિયા ઓનલાઇન કરવામાં આવશે.

તમામ કેટેગરી માટે આટલી છે નોકરી ઓ

રેલવેએ સેફટી કેટેગરીમાં કુલ 72,274 પદોમાં અને નોન સેફટી કેટેગરીમાં 68,366 પદોમાં નોકરીઓ છે, તમામ પદ માટે ઓનલાઇન ફોર્મ મંગાવવામાં આવ્યા છે. આ પહેલા રેલવે રિક્રુટમેન્ટ સેલ RRCએ ઇસ્ટર્ન રેલવેમાં એક્ટ એપ્રેન્ટિસ માટે વેકન્સીઓ કાઢી હતી, આ વેકન્સીમાં 2790 પદો માટે અરજીપત્રકો મંગાવવામાં આવ્યા હતા. ઉમેદવાર 9 જુલાઈ સુધી આ પોસ્ટ માટે અરજી કરી શકે છે,

ફરીથી શરૂ થઇ નવી ભરતી પ્રક્રિયા

આ ભરતી પ્રક્રિયામાં સામેલ થવા માટે ઓનલાઇન આવેદન કરવા પડશે, ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા 25 જૂને ફરી શરૂ કરવામાં આવી છે. આ પદો પર નોકરી માટે કોઈ પરીક્ષા નહિ લેવામાં આવે અને માત્ર અને માત્ર મેરિટના આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે,

ધો.10માં હોવા જોઈએ 50% ગન

વેકેન્સી પર અરજી કરનાર ઉમેદવારને ધોરણ 10માં ઓછામાં ઓછા 50% માર્ક હોવા જરૂરી છે. ઉમેદવાર પરે એનસીવીટી।એસસીવીટી તરફથી આપવામાં આવેલ નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ પણ હોવું જરૂરી છે. સાથેજ વેલ્ડર, શીટ મેટલ વર્કર, લાઇનમેન , કાર્પેન્ટર, પેંટર (જનરલ) પદો માટે ધોરણ 8 પાસની સાથે નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ હોવું જરૂરી છે.

24 વર્ષ વધુમાં વધુ ઉંમર

પદો પર અરજી કરનાર ઉમેદવારની ઉંમર 24 વર્ષથી વધુ અને 15 વર્ષથી ઓછી ન હોવી જોઈએ, વયમર્યાદામાં એસસી/એસટી ઉમેદવારોને 5 વર્ષ અને ઓબીટી-એનસીએલ ઉમેદવારોને 3 વર્ષની છૂટછાટ આપવામાં આવશે, તેમજ પીડબ્લ્યુબીડી ઉમેદવારોને 10 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। સમગ્ર સિલેક્શન મેરિટના આધારે કરવામાં આવશે, તેના માટે ધોરણ 10 ધોરણ 8 અને આઈટીઆઈઆ માર્ક્સને ધ્યાનમાં લેવામાં આવશે,

અરજી કરવા માટે 100 રૂપિયા અરજી ફી આપવી પડશે, જોકે, એસસી એસટી પીડબ્લ્યુબીડી અને મહિલા ઉમેદવારો માટે અરજી ફોર્મ નિઃશુલ્ક રહેશે, અરજી ફી નેટબેન્કિંગ, ક્રેડિટકાર્ડ કે ડેબિટ કાર્ડ વગેરે દ્વારા કરી શકાશે, વધુ જાણકારી માટે ઉમેદવારોએ વેસ્ટર્ન રેલવેની વેબસાઈટ ચેક કરી લેવી, http://www.rrcer.com પર વિઝીટ કરી ભરતી અંગેની માહિતી મળી શકશે, જોકે અરજી કરવા માટે  http://apprentice.rrcrecruit.co.in/gen_instructions_er.aspx પર ક્લિક કરી ઓનલાઇન અરજી કરવાની રહેશે.

READ ALSO

Related posts

અમદાવાદના આ મોલમાં 50%ની ઓફરનો લાભ લેવા મોટી સંખ્યામાં ઉમટ્યા લોકો, કોર્પોરેશને મોલને કર્યો સીલ

Nilesh Jethva

સસ્તા ભાવે મોબાઈલ, લેપટોપના વેચાણના નામે છેતરપીંડી કરતા 3 વ્યક્તિની ધરપકડ, 1100 લોકો સાથે કરી છે ઠગાઈ

Nilesh Jethva

રાજસ્થાનમાં રાજકીય સંકટ વચ્ચે CM ગેહલોત પહોંચ્યાં જેસલમેર, ભાજપના નેતાઓ ઉપર સાધ્યું નિશાન

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!