GSTV
India Jobs Life News Trending

ઝડપી લો તક/ 10 પાસ માટે સરકારી નોકરીનો મોકો, 15 વર્ષના લોકો પણ અહીં કરી શકે છે અરજી

સંરક્ષણ

રેલવેમાં નોકરી (Railway Recruitment) કરવા ઇચ્છુક યુવાઓ માટે ખુશખબર છે. બનારસ લોકોમોટિવ વર્ક્સ (BLW)એ ટ્રેની અપ્રેંટિસ (Apprentice Recruitment) પદો માટે અરજી મંગાવી છે. અહીં કુલ 374 પદો પર ભરતી થવાની છે. યોગ્ય અને ઇચ્છુક ઉમેદવાર 15 ફેબ્રુઆરી 2021 સુધી અરજી કરી શકે છે.

રેલવેમાં બંપર નોકરીનો મોકો

જે યુવાનો સરકારી નોકરી કરવા માગે છે તેમના માટે આ એક શાનદાર મોકો છે. બનારસ લોકોમોટિવ વર્ક્સ (BLW)માં 300 પદ વિભિન્ન ટ્રેડ્સના આઇટીઆઇ પાસ ઉમેદવારો અને 74 પદ બિન આઇટીઆઇ પાસ ઉમેદવારો માટે નિર્ધારિત કરવામાં આવ્યા છે. ઉમેદવાર બનારસ લોકોમોટિવ વર્ક્સ (BLW)ની ઑફિશિયલ વેબાસાઇટ blw.indianrailways.gov.in પર જઇને અરજી કરી શકે છે.

નોકરી

જરૂરી યોગ્યતા

 BLW અપ્રેંટિસ ભરતી 2021 (BLW Apprentice Recruitment 2021) માટે આઇટીઆઇ (ITI) પાસ હોવા જરૂરી છે. જો કે જે ઉમેદવારો પાસે આઇટીઆઇની ડિગ્રી નથી, તેમને ઓછામાં ઓછા 50 ટકા માર્ક્સ સાથે ધોરણ 10 લેવલની પરીક્ષા પાસ કરેલી હોવી જોઇએ.

આઇટીઆઇ (ITI)પદો માટે ધોરણ 10 ઉપરાંત ઉમેદવારો પાસે સંબંધિત ટ્રેડમાં આઇટીઆઇ પ્રમાણ પત્ર પણ હોવુ જોઇએ. વધુ જાણકારી માટે વેબસાઇટ પર જઇને નોટિફિકેશન જુઓ.

નોકરી

પસંદગીની પ્રક્રિયા

ઉમેદવારોનું સિલેક્શન મેરિટના આધારે કરવામા આવશે, જેમાં મેટ્રિક પરીક્ષાના અંક સામેલ થશે. સમાન અંક વાળા બે ઉમેદવારોના મામલે જૂના ઉમેદવારોને પહેલા પસંદ કરવામાં આવશે. પસંદગી પામેલા ઉમેદવારોને અપ્રેંટિસ ટ્રેનિંગ કરવી પડશે.

વય મર્યાદા

અરજદારની લઘુત્તમ ઉંમર 15 વર્ષ હોવી જોઇએ. બિન આઇટીઆઇ, વેલ્ડર ટ્રેડ અને કારપેન્ટર માટે મહત્તમ ઉંમર 22 વર્ષ નિર્ધારિત કરવામાં આવી છે. રિઝર્વ કેટેગરીમાં ઉમેદવારોની વય મર્યાદામાં છૂટ આપવામાં આવી છે.

નોકરી

અરજી માટેની ફી

ઉમેદવારોને 100 રૂપિયા અરજી ફી ચુકવવાની છે. એસસી, એસટી, પીએચ, પીડબલ્યૂડી કેટેગરી અને મહિલા ઉમેદવારોએ કોઇ ફી ચુકવવાની નથી. તમારી જાણકારી માટે જણાવી દઇએ કે અરજીની ફી નૉન રિફંડેબલ છે.

Read Also

Related posts

ટાઈમ મેગેઝિન 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદી જાહેર, ગૌતમ અદાણી, કરુણા નંદી અને ખુર્રમ પરવેઝના નામ સામેલ

Zainul Ansari

સતર્કતા! કોરોના વચ્ચે મંકીપોક્સે વધારી ચિંતા, મુંબઈ એરપોર્ટ પર એલર્ટ

Zainul Ansari

સંશોધનમાં દાવો: અપરિણીત લોકોની હાર્ટ એટેકથી મૃત્યુ થવાની શક્યતા વધુ , તેઓ રોગનો સામનો કરવામાં ઓછા સક્ષમ હોય છે

Zainul Ansari
GSTV