સરકારી નોકરી કરવા માંગતા 10 અને 12 પાસ વિદ્યાર્થીઓ માટે સારી તક છે. તાજેતરમાં જ 10 થી વધુ રાજ્ય બોર્ડે બોર્ડની પરીક્ષાના પરિણામો જાહેર કર્યા છે. આવી સ્થિતિમાં આ વિદ્યાર્થીઓ આ નોકરીઓ માટે અરજી કરી શકે છે. આ નોકરીઓ ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (DFCCIL) દ્વારા લેવામાં આવી છે.
રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ દ્વારા અરજી કરી શકે છે. અરજી કરવા માટે, વ્યક્તિએ dfccil.com ની મુલાકાત લેવાની રહેશે. માત્ર ઓનલાઈન અરજી જ સ્વીકારવામાં આવશે. પોસ્ટની કુલ સંખ્યા 535 છે. અરજી કરવાની છેલ્લી તારીખ 19 જૂન 2023 નક્કી કરવામાં આવી છે. તેમજ અરજીમાં સુધારો કરવા માટે 26 થી 30 જૂન સુધી કરેક્શન વિન્ડો દ્વારા કરી શકે છે. જે ઉમેદવારોને પસંદ કરવામાં આવશે તેમની નિમણૂક જુનિયર એક્ઝિક્યુટિવ અને એક્ઝિક્યુટિવની પોસ્ટ પર કરવામાં આવશે.
યોગ્યતા

આ ભરતી પ્રક્રિયા દ્વારા કુલ 535 જગ્યાઓ ભરવાની છે. જેમાં જુનિયર એન્જિનિયર માટે 354 અને એક્ઝિક્યુટિવ માટે 181 જગ્યાઓ છે. 10, 12 પાસ વિદ્યાર્થીઓ સાથે ડિપ્લોમા, ગ્રેજ્યુએટ ઉમેદવારો પણ આ જગ્યાઓ માટે અરજી કરી શકે છે. તમામ પોસ્ટ માટે અરજી કરવાની વય મર્યાદા અલગ અલગ છે. તેની વિગતો ઉમેદવારોને સત્તાવાર વેબસાઇટ પરથી મળી રહેશે.
અરજી ફી
- જુનિયર મેનેજર પોસ્ટ માટે ફી – રૂ. 1000
- એક્ઝિક્યુટિવ પોસ્ટ માટે ફી – રૂ. 900
- જુનિયર એક્ઝિક્યુટિવ પોસ્ટ માટે – રૂ. 700
- SC, ST, PWD અને ભૂતપૂર્વ સૈનિકો માટે – નિઃશુલ્ક
પગારધોરણ
પસંદ થયેલા ઉમેદવારોમાં એક્ઝિક્યુટિવની પોસ્ટ માટે 30 હજારથી 1 લાખ 20 હજાર સુધી, જ્યારે જુનિયર એક્ઝિક્યુટિવની પોસ્ટ માટે 25થી 68 હજાર સુધીનો પગારધોરણ નક્કી કરવામાં આવેલ છે.
READ ALSO
- દાહોદમાં લૂંટના ઈરાદે હત્યા : ઝાલોદમાં બાઈકસવાર દંપતી પર લૂંટારૂઓએ હુમલો કરતા મહિલાનું મોત, પોલીસે તપાસ હાથ ધરી
- કેરળમાં હજી ચોમાસું પહોંચ્યું નથી, હવામાન વિભાગે કહ્યું- 3-4 દિવસનો થઈ શકે છે વિલંબ
- ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ મમતાએ મૃત્યુના આંકડા પર ઉઠાવ્યા સવાલ, રાહુલે માંગ્યું રેલવે મંત્રીનું રાજીનામું
- મહારાષ્ટ્ર : ચંદ્રપુરના કાનપા ગામ પાસે ખાનગી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 5 લોકોના મોત
- 5 જૂન સોમવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયાં