GSTV

કામની વાત / ભારતીય Post વિભાગમાં નીકળી બમ્પર નોકરીઓ, જાણો શું છે સેલરી અને પ્રોસેસ

Last Updated on October 28, 2021 by Pritesh Mehta

ભારતીય Post વિભાગે રાજસ્થાન પોસ્ટલ સર્કલ, જયપુરમાં પોસ્ટમેન, મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ, પોસ્ટલ આસિસ્ટન્ટ અને સોર્ટિંગ આસિસ્ટન્ટની પોસ્ટ માટે ભરતી કરવા માટે ઉમેદવારો પાસેથી અરજીપત્રકો આમંત્રિત કર્યા છે. આ ભરતી સ્પોર્ટ્સ ક્વોટાના ઉમેદવારો માટે જાહેર કરવામાં આવી છે. એવા ઉમેદવારો જેમની પાસે સ્પોર્ટ્સ ક્વોટામાં જરૂરી યોગ્યતાઓ છે તેઓ સત્તાવાર વેબસાઈટ પર જઈને અરજી કરી શકે છે. અરજી કરવાની અંતિમ તારીખ 6 ડિસેમ્બર 2021 છે.

Post

ખાલી પડેલ પોસ્ટ

આ ભરતી હેઠળ સ્પોર્ટ્સ ક્વોટાના માધ્યમથી કુલ 22 પોસ્ટ પર ભરતીઓ કરવામાં આવશે. જેમાં 9 પોસ્ટ પોસ્ટલ આસિસ્ટન્ટ, 8 પોસ્ટ પોસ્ટમેન,  અને 5 પોસ્ટ મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ માટે છે. પોસ્ટલ આસિસ્ટન્ટ અને સોર્ટિંગ આસિસ્ટન્ટ અને પોસ્ટમેનના પદ માટે ઉમેદવારોની વાય મર્યાદા 18થી 27 વર્ષ છે. તો, મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ માટે વયમર્યાદા 18થી 25 વર્ષ છે. ઉમેદવારોએ અરજી કરવા માટે અરજી ફી તરીકે 100 રૂપિયા ચૂકવવાના રહેશે.

મહત્વની તારીખો

  • અરજી કરવાની અંતિમ તારીખ – 6 ડિસેમ્બર 2021
  • અરજી ફી જમા કરાવવાની અંતિમ તારીખ – 27 નવેમ્બર 2021

પગાર

  • પોસ્ટલ આસિસ્ટન્ટ અને સોર્ટિંગ આસિસ્ટન્ટના પદ પર 25,500 થી 81,100 રૂપિયા પગાર
  • પોસ્ટમેનના પદ પર 21,700થી 69,100 રૂપિયા પગાર
  • મલ્ટી ટાસ્કીંગ સ્ટાફની પોસ્ટ માટે 18000થી 56,900 રૂપિયા પગાર

શૈક્ષણિક લાયકાત

  • પોસ્ટલ આસિસ્ટન્ટ-સોર્ટિંગ આસિસ્ટન્ટ : માન્ય યુનિવર્સીટી માંથી ધોરણ 12 પાસ
  • પોસ્ટમેન – માન્ય યુનિવર્સીટીમાંથી ધોરણ 12 પાસ અને સ્થાનિક ભાષાનું જ્ઞાન
  • મળતી ટાસ્કીંગ સ્ટાફ – માન્ય યુનિવર્સીટી માંથી ધોરણ 10 પાસ અને સ્થાનિક ભાષાનું જ્ઞાન

અરજી કરવાની પ્રક્રિયા

યોગ્ય અને ઇચ્છુક ઉમેદવારોએ નિર્ધારિત ફોર્મેટમાં અરજી પોતાનો પાસપોર્ટ સાઇઝનો 2 ફોટા સાથે આસિસ્ટન્ટ ડાયરેક્ટર ભરતી, ઓ/ઓ ચીફ પોસ્ટમાસ્ટર જનરલ, સર્કલ રાજસ્થાન, સરદાર પટેલ માર્ગ, સી-સ્કીમ, જયપુર 302007 પર મોકલવાની રહેશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજીસહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર,સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUSTREAD:

Related posts

કળયુગી પત્ની / પ્રેમ સંબંધમાં અવરોધ બનેલા પતિની પત્નીએ કરાવી હત્યા, આંસુ વહાવવાની જગ્યાએ મૃતદેહનો ઉતાર્યો વીડિયો

Zainul Ansari

સાચવજો! BIG BREAKING: કર્ણાટકમાં ઓમિક્રોની દસ્તક વચ્ચે ચિક્કમગલુરુમાં 69 વિદ્યાર્થી-શિક્ષકોનો રિપોર્ટ આવ્યો પોઝિટીવ, 7 દિવસ સુધી સ્કૂલ સીલ

pratik shah

જાણવા જેવું / એરોપ્લેનના પાઈલટ અને કો-પાઈલટને કેમ આપવામાં આવે છે અલગ-અલગ ફૂડ? જાણો તેના પાછળનું કારણ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!