જુલાઈમાં 14 લાખ નોકરીઓ આવી, 11 મહિનામાં સૌથી વધારે

જુલાઈ મહિનામાં રોજગારીના લગભગ 14 લાખ નવા અવસરોનું સર્જન કરવામાં આવ્યું છે. આ આંકડો છેલ્લા 11 મહિનામાં સૌથી વધારે છે. કેન્દ્રીય સ્ટ્રેટેટિક્લ્સ ઓફિસ (સીએસઓ)ના રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે. રિપોર્ટ કહે છે કે હવે સપ્ટેમ્બર 2017થી એમ્પ્લૉઈઝ સ્ટેટ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન (ESIC)ના નવા સબ્સ્ક્રાઈબર્સની સંખ્યાવધી 1.34 કરોડ થઈ છે.

ચાલુ વર્ષે જુલાઈ મહિનામાં ESIC તરફથી ચલાવાયેલી સ્વાસ્થ્ય વીમા યોજનાથી 13.97 લાખ નવા સભ્ય જોડાયા. સીએસઓના રિપોર્ટ મુજબ, માસિકના આધારે આ સંખ્યા સપ્ટેમ્બર 2017થી અત્યાર સુધી કોઈ એક મહિનામાં સૌથી વધારે છે. આ રિપોર્ટ ESIC, કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) અને પેન્શન ફંડ નિયામક અને વિકાસ પ્રાધિકરણ (PFRDA)ની સામાજિક સુરક્ષા યોજનામાં નોંધણી પર આધારિત છે.

જોકે, આંકડા પરથી સંકેત મળ્યો છે કે જુલાઈમાં વીમાવાળી વ્યક્તિઓ અથવા ESICમાં નોંધણી થયેલા વર્કરોની સંખ્યા 2.77 કરોડ હતી, જે સપ્ટેમ્બર 2017ની 2.95 કરોડ સંખ્યાથી થોડી ઓછી છે. આવી દરેક સંસ્થા એમ્પ્લોયમેન્ટ સ્ટેટ ઈન્શ્યોરન્સ એક્ટ, 1948ના દાયરામાં આવે છે, જેમાં 10 અથવા 10થી વધુ લોકો કામ કરે છે. જોકે, સ્વાસ્થ્ય અને ચિકિત્સા ક્ષેત્ર સાથે જોડાયેલી સંસ્થા માટે આ મર્યાદા 20 અથવા 20થી વધુ કર્મચારીઓની છે. ઉલ્લેખનીય છે કે જે કર્મચારીઓનો પગાર 21,000 રૂપિયા સુધી છે,  તેને આ કાયદા હેઠળ વીમા સુવિધા પૂરી પાડવી અનિવાર્ય છે.

સીએસઓના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ યોજના સાથે જોડાયેલા લોકો પાસેથી ઔપચારિક ક્ષેત્રમાં રોજગારનું સ્તર પણ જાણવા મળ્યું છે. EPFOના નેટ પેરોલને ટાંકીને તેમાં આગળ કહેવામાં આવ્યું છે કે જુલાઈ મહિનામાં નવી રોજગારી સર્જન છેલ્લા 11 મહિનામાં સૌથી વધુ 9.51 લાખ સુધી પહોંચી છે. આ જ રીતે સપ્ટેમ્બર 2017થી નવી નોંધણીની કુલ  સંખ્યા 61.81 લાખ થઈ છે.

EPFO આ દરેક સંસ્થાઓને કવર કરે છે, જ્યાં 20 અથવા 20થી વધુ લોકો કામ કરે છે. આ સિવાય તે હેઠળની થોડી એવી સંસ્થા છે. જ્યાં 20થી ઓછા લોકો કામ કરે છે. ઈપીએફઓની સામાજિક સુરક્ષા યોજનાનો લાભ તે કર્મચારીને મળે છે, જેનું માસિક વેતન 15,000 રૂપિયા સુધી છે. સીએસઓ મુજબ, જે લોકોનો પગાર 15,000 રૂપિયાથી વધુ હોય છે, તેમને આ યોજનાનો લાભ મળતો નથી. અથવા કેટલીક અનુમતિ સાથે તેમની નોંધણી થઈ શકે છે અથવા તેમની મરજી પ્રમાણે તેમાં યોગદાન આપી શકે છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter