અમેરિકામાં તાજેતરમાં યોજાયેલી પ્રમુખપદની ચૂંટણીના વિજેતા અને ડેમોક્રેકિટ પક્ષના નેતા જો બાઇડેનને પોતાના પાળતુ શ્વાન સાથેની રમત દરમિયાન ઇજા થઇ હતી. બાઇડેન પાસે જર્મન શેફર્ડ ટાઇપના બે શ્વાન છે. એ નિયમિત રીતે પોતાના પેટ્સ સાથે થોડો સમય ગાળે છે. પોતાના મેજર નામના એક કૂતરા સાથે બાઇડેન રમી રહ્યા હતા ત્યારે અજાણતામાં કૂતરાના તીણા દાંત એમને વાગી ગયા હતા. જો કે બાઇડેનના પ્રવક્તાએે કહ્યું કે તેમને જરાય ગંભીર ઇજા થઇ નથી એટલે ચિંતા કરવાનું કોઇ કારણ નથી. ડૉક્ટરો તેમના પર પૂરતું ધ્યાન આપી રહ્યા હતા. આ વાતની જાણ થતાં હાલના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બાઇડેનને વહેલી તકે સાજા થવા માટે શુભેચ્છા પાઠવી.
READ ALSO

- કોરોના સંકટમાં બેન્કોએ શરૂ કરી ઓવરડ્રાફ્ટ સર્વિસ? તમે પણ આ રીતે ઉઠાવી શકો છો લાભ
- ફોઈએ પાડ્યું નામ કમલમ અમે તો નામે હતા ડ્રેગન, અમદાવાદનું નામ વર્ષો પછીય કર્ણાવતી થયું નથી પણ….
- કોરોના વોરિયર્સને જ અન્યાય, કોરોનાકાળમાં સતત કામ કરનાર કોરોના વોરિયર્સ પગારથી વંચિત !
- સયાજી હોસ્પિટલના કોન્ટ્રોક્ટ પરના કર્મચારીઓના પગારમાં વિસંગતતા, છેલ્લા 2 મહિનાથી પગાર નહીં થયો હોવાના આક્ષેપ
- સયાની ગુપ્તાની ‘શેમલેશ’ને મળી ઓસ્કારમાં એન્ટ્રી, સોશિયલ મીડિયા પર વરસ્યો વાહવાહીનો વરસાદ