GSTV
News World ટોપ સ્ટોરી

અમેરિકાના ચૂંટાયેલ પ્રેસિડેન્ટ બાઇડેન અને વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસની વધુ એક સિદ્ધિ, ટાઈમના ‘પર્સન ઓફ ધ યર’ જાહેર

અમેરિકામાં તાજેતરમાં થયેલી પ્રમુખપદની ચૂંટણીમાં વિજેતા નીવડેલા જો બાઇડન અને કમલા હેરિસને જગવિખ્યાત ટાઇમ મેગેઝિને પર્સન ઑફ ધી યર  જાહેર કર્યા હતા.

બાઇડેન

ટાઈમ મેગેઝીને આપ્યું સન્માન

ચૂંટણીમાં ઝળહળતો વિજય પ્રાપ્ત કર્યા બાદ જો બાઇડન અમેરિકી રાષ્ટ્રપ્રમુખ થશે અને કમલા હેરિસ ઉપરાષ્ટ્રપ્રમુખ થશે. ટાઇમ મેગેઝિને ગુરૂવારે આ બંનેને 2020ના વર્ષના ‘પર્સન ઑફ ધી યર’ (વર્ષના વ્યક્તિવિશેષ) જાહેર કર્યા હતા.

કમલા હેરિસની ઉપરાષ્ટ્રપતિ પદને લઈને સિદ્ધિ

જો બાઇડને ડોનાલ્ડ ટ્રમ્પને પ્રમુખપદની સ્પર્ધામાં પરાજિત કર્યા હતા. કમલા હેરિસ મૂળ ભારતીય કૂળની અમેરિકી મહિલા છે. અમેરિકાના ઇતિહાસમાં ઉપરાષ્ટ્રપ્રમુખ બનનારી કમલા પહેલી બિનગોરી અને એશિયન મહિલા બની હતી.

ટાઈમ મેગેઝીન પર બાઇડેન-કમલાની તસ્વીર

ટાઇમ મેગેઝિનના કવર પર 78 વર્ષના બાઇડેન અને 56 વર્ષની કમલાની તસવીર પ્રગટ કરાઇ હતી. મથાળા તરીકે લખ્યું હતું, ‘અમેરિકાની કથા બદલાઇ રહી છે’. જો બાઇડેને ટ્રમ્પને 306 ઇલેક્ટોરલ મતોથી પરાજિત કર્યા હતા. છેક 1927થી આ સામયિક દર વરસે માનવ જીવનના કોઇ પણ ક્ષેત્રે મબલખ પ્રદાન કરનાર વ્યક્તિને વર્ષની વ્યક્તિ-વિશેષ તરીકે જાહેર કરતું રહ્યું હતું.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

દિલ્હી / એશિયાની સૌથી મોટી કાપડ માર્કેટની દુકાનમાં ભીષણ આગ, લાખો રૂપિયાનો માલ સામાન બળીને ખાખ

Hardik Hingu

મોટી દુર્ઘટના ટળી / હરિયાણામાં રાવણનું સળગતું પૂતળું ભીડ પર પડ્યું, 7 લોકો દાઝ્યા

Hardik Hingu

અમદાવાદ / પનીરમાંથી નીકળી જીવાત, હોટેલ દેવ પેલેસ સહીત ત્રણ એકમો સીલ

Hemal Vegda
GSTV