GSTV

JNUના કન્હૈયા કુમારની વધી શકે છે મુશ્કેલીઓ, પોલીસ ટૂંક સમયમાં કરશે ચાર્જશીટ ફાઈનલ

Last Updated on January 10, 2019 by Mayur

રાજદ્રોહના કેસમાં જેએનયુના વિદ્યાર્થી સંગઠનના પૂર્વ અધ્યક્ષ કન્હૈયા કુમાર અને ઉમર ખાલીદની મુશ્કેલીઓ વધી શકે છે. દિલ્હી પોલીસ દ્વારા કન્હૈયા કુમાર. ઉમર ખાલિદ અને અનિર્બન ભટ્ટાચાર્ય સહિત અન્ય કેટલાક લોકો વિરૂદ્ધ જલદી જ ચાર્જશીટ દાખલ કરવામાં આવશે. દિલ્હી પોલીસ કમિશનર અમુલ્ય પટનાયકે કેસ મામલે માહિતી આપતા જણાવ્યું કે કેસ અંતિમ તબક્કામાં છે અને પોલીસ દ્વારા ટુંક સમયમાં જ આરોપીઓ વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવશે.

તેમણે કહ્યું કે કેસની તપાસ ખૂબ જ મુશ્કેલ હતી. કેમકે પોલીસની ટીમોને નિવેદન નોંધવા માટે અન્ય રાજ્યોની મુલાકાત લેવી પડી હતી. વર્ષ 2016માં કન્હૈયા. ઉમર ખાલિદ અને અનિર્બન પર જેએનયુ પરિસરમાં કથિતરૂપે સંસદ પર હુમલાના દોષિત અફઝલ ગુરૂને ફાંસી આપવાના વિરોધમાં કાર્યક્રમ યોજી દેશવિરોધી નારેબાજી કરવાનો આરોપ છે.

પોલીસે આ મામલે તેની ધરપકડ કરતા ભારે વિવાદ સર્જાયો હતો. વિપક્ષોએ પોલીસ પર સત્તારૂઢ ભાજપના ઇશારે કામ કરવાનો પણ આરોપ લગાવ્યો હતો. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર પૂરાવારૂપે ઘટના વખતના અનેક વિડીયો ફૂટેજ સીબીઆઇની સીએફએસએલમાં તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. જેના નમૂના પોઝિટીવ આવ્યા હતા. આ ઉપરાંત બનાવ વખતે ઉપસ્થિત અનેક લોકોના નિવેદનો. મોબાઇલ ફૂટેજ અને ફેસબૂક પોસ્ટ પણ પૂરાવા તરીકે સામેલ છે. સમગ્ર મામલે અંદાજે 30થી વધુ સંદિગ્ધ લોકો સામે કોઇ પૂરાવા મળ્યા નહોતા.

READ ALSO

Related posts

ડ્રેગનની દગાખોરી / એક તરફ વાતચીતનો ઢોંગ, બીજી તરફ સરહદી વિસ્તારમાં સતત કરી રહ્યું છે નિર્માણ કાર્ય

Zainul Ansari

યોગીનો માસ્ટરસ્ટ્રોક / વિધાનસભા ચૂંટણી પહેલા જ આ નિર્ણય લઈને ખેડૂતોને આકર્ષવાનો પ્રયાસ

Pritesh Mehta

Health / સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ છે Green Tea, આનું સેવન કરવાનો સૌથી ઉત્તમ સમય અને શ્રેષ્ઠ રીત જાણો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!