GSTV
Home » News » ફી વધારા સામે જેએનયુના વિદ્યાર્થીઓ અડગ, પોલીસે બે એફઆઈઆર નોંધી

ફી વધારા સામે જેએનયુના વિદ્યાર્થીઓ અડગ, પોલીસે બે એફઆઈઆર નોંધી

જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટી (જેએનયુ)ના વિદ્યાર્થીઓએ સતત ત્રીજા સપ્તાહે તેમની માગણીઓ પૂરી ન થાય ત્યાં સુધી દેખાવો ચાલુ રાખવાની જાહેરાત કરી છે. વિદ્યાર્થીઓ ફીવધારો પાછો ખેંચવાની માગ પર અડગ છે ત્યારે પોલીસે દેખાવો કરી રહેલા વિદ્યાર્થીઓ સામે બે એફઆઈઆર નોંધી છે.

જેએનયુના વિદ્યાર્થી સંગઠને મંગળવારે માગણી કરી હતી કે હોસ્ટેલ ફી વધારા સામે દેખાવો કરતા વિદ્યાર્થીઓ સામે કોઈ વહીવટી આૃથવા કાયદાકીય પગલાં લેવામાં ન આવે.જેએનયુએસયુનાં અધ્યક્ષ આઈશી ઘોષે જણાવ્યું હતું કે તેમણે આ મુદ્દે માનવ સંશાધન વિકાસ મંત્રાલયના સંયુક્ત સચિવ જી.સી. હોસુર સાથે બેઠક કરી હતી હતી.

વધુમાં વિદ્યાર્થી સંગઠને જણાવ્યું હતું કે ફી વધારા સામે ત્રણ સપ્તાહથી ચાલતા દેખાવો તેમની માગ પૂરી ન થાય ત્યાં સુધી ચાલુ જ રહેશે. તેમણે દાવો કર્યો હતો કે યુનિવર્સિટીના રજિસ્ટ્રારે વિદ્યાર્થીઓ સાથે મધ્યસ્થતા કરવા બેઠક માટે માનવ સંશાધન મંત્રાલય દ્વારા રચાયેલી પેનલના સભ્યોને મળવાનો ઈનકાર કરી દીધો હતો.

બીજીબાજુ દિલ્હી પોલીસે હોસ્ટેલ ફી વધારા સામે દેખાવો કરી રહેલા જેએનયુના વિદ્યાર્થીઓના સંબંધમાં બે એફઆઈઆર નોંધાવી છે. એક એફઆઈઆર કિશનગઢ પોલીસ સ્ટેશનમાં દાખલ કરાઈ છે જ્યારે બીજી લોધી કોલોની પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. આ સંદર્ભમાં જેએનયુ વિદ્યાર્થી સંગઠન તરફથી તાત્કાલિક કોઈ પ્રતિભાવ સામે આવ્યો નથી.

દરમિયાન જેએનયુ વહીવટી તંત્રે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી વિદ્યાર્થી સંગઠનો અને દિલ્હી પોલીસ સામે કાર્યવાહીની માગણી કરી છે. જેએનયુ વહીવટીતંત્રે વિદ્યાર્થીઓ પર કોર્ટની અવમાનના હેઠળ કાર્યવાહી કરવાની જ્યારે વિદ્યાર્થીઓને દેખાવો કરતાં અટકાવવામાં નિષ્ફળ જવા બદલ પોલીસ સામે કાર્યવાહીની માગણી કરી હતી.

READ ALSO

Related posts

પુલવામાં હુમલામાં NIAને મળી સફળતા, આત્મધાતી હુમલામાં આતંકીના સાગરિતની ધરપકડ

Pravin Makwana

સરકારના આ નિર્ણયથી ખેડૂતોમાં ખુશીની લહેર, જગતના તાતની આવકમાં થશે વધારો

Nilesh Jethva

દિલ્હી હિંસા : 42 મોત, 12 ફરિયાદ અને 630 લોકોની ધરપકડ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!