GSTV
Home » News » JNU વિદ્યાર્થીઓએ આ નેતાઓનાં ઈશારે કાઢી હતી સંસદ કૂચ, દિલ્હી પોલીસનાં રિપોર્ટમાં ખુલાસો

JNU વિદ્યાર્થીઓએ આ નેતાઓનાં ઈશારે કાઢી હતી સંસદ કૂચ, દિલ્હી પોલીસનાં રિપોર્ટમાં ખુલાસો

જેએનયુના આંદોલનકારી વિદ્યાર્થીઓની સંસદ કૂચ મામલે મોટો ખુલાસો થયો છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ બ્રાંચના એક ખાનગી રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ટોચના ડાબેરી નેતાઓના ઇશારે વિદ્યાર્થીઓએ સંસદ તરફ કૂચ કરી. અહેવાલમાં જણાવાયું કે વિદ્યાર્થીઓની પહેલા સંસદ તરફ કૂચ કરવાની કોઈ યોજના નહોતી.

પરંતુ ડાબેરી પક્ષો સીપીઆઇ અને સીપીઆઇએમના ટોચના નેતાઓના કહેવા પર વિદ્યાર્થી સંગઠનોએ આખરે સંસદ તરફ કૂચ કરવાનો નિર્ણય કર્યો. ગુપ્ત માહિતીના આધારે જ દિલ્હી પોલીસના 800 કોન્સ્ટેબલ અને કેન્દ્રીય અર્ધલશ્કરી દળની 10 કંપનીઓને જેએનયુ ખાતે તૈનાત કરવામાં આવી હતી.

રવિવારે મોડી સાંજે સરકારી અધિકારીઓએ કેટલાક વિદ્યાર્થી સંગઠનો સાથે બેઠક યોજી હતી અને શિયાળુ સત્ર શરૂ થઇ રહ્યું હોવાથી તેઓને સંસદ તરફ ન વધવા વિનંતી કરી હતી.

જો કે રિપોર્ટમાં જણાવાયું છે કે ડાબેરી-સમર્થિત વિદ્યાર્થી સંગઠનો એઆઇએસઇ, એસએફઆઇ અને એઆઇએસએફે ભારપૂર્વક કહ્યું હતું કે સંસદની કૂચનો કાર્યક્રમ ટાળી શકાય નહીં.

READ ALSO

Related posts

કંગાળ પાકિસ્તાનને પણ 1.3 અબજ ડોલરની લોન આપનાર કોઈ મળ્યું ખરું…

Dharika Jansari

સઉદી અરેબિયાની ઓઇલ કંપની અરામકોએ આઇપીઓ દ્વારા 25.6 અબજ ડોલર એકત્ર કર્યા

Mayur

અયોધ્યા ચૂકાદાની ફેર વિચારણા માટે સુપ્રીમમાં વધુ છ અરજી દાખલ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!