GSTV
Home » News » રાજદ્રોહના આરોપી શરજીલ ઇમામની ધરપકડ, આસામ પર આપ્યું હતું ભડકાઉ નિવેદન

રાજદ્રોહના આરોપી શરજીલ ઇમામની ધરપકડ, આસામ પર આપ્યું હતું ભડકાઉ નિવેદન

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ) ના સ્કોલર શરજીલ ઇમામની ધરપકડ કરવામાં આવી છે. બિહારના જહાનાબાદથી શર્જીલને દિલ્હી અને બિહાર પોલીસે મંગળવારે બપોરે ધરપકડ કરી હતી. આ પહેલા સોમવારે રાત્રે પોલીસે તેના ભાઈ અને મિત્રની અટકાયત કરી હતી. દિલ્હી, બિહાર, આસામ, અરુણાચલ, મણિપુર અને ઉત્તર પ્રદેશ પોલીસે શારજિલની શોધ કરી હતી. તેની સામે રાજદ્રોહનો કેસ નોંધ્યો છે.

સીએએના વિરોધમાં ઉત્તર પૂર્વ ભાગને દેશથી અલગ કરી દેવાના વિવાદિત ભાષણ આપનાર શર્જીલ ઇમામના ઘર અને અન્ય સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે.આ પરિસ્થિતિ વચ્ચે ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને શર્જીલ ઇમામ હાલ ક્યાં છે તેની પૂછપરછ કરી હતી.

આ ઉપરાંત તે અન્ય કોઇ દેશ વિરોધી પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છે કે કેમ તેની પણ તપાસ ચાલી રહી છે.  શર્જીલ ઇમામે શાહીન બાગમાં આ વિવાદિત નિવેદન આપ્યું હતું, જે બાદ શાહીન બાગ કમિટીએ તેને પદ પરથી હટાવી દીધો હતો. શર્જીલે કહ્યું હતું કે જો આપણે સીએએનો વિરોધ યોગ્ય રીતે કરવો હોય તો ઉત્તર પૂર્વી ભાગને ભારતથી અલગ કરવો પડશે અને આ માટે ચક્કાજામ કરવું પડશે.

શર્જીલ ઇમામના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતાં

View image on Twitter

તેના આ વીડિયો બાદ ભાજપના નેતાઓએ તેને ખુબ શેર કર્યો હતો અને ભારતના ભાગલા પાડવા માગતો હોવાનો આરોપ લગાવ્યો હતો. તેની વિરૂદ્ધ હાલ સેડિસન સહિતની વિવિધ કલમો સાથે ચાર જેટલા રાજ્યોમાં કેસ દાખલ કરવામાં આવ્યા છે. હાલ શર્જીલની ધરપકડની કાર્યવાહી ચાલી રહી છે.

એસએસપી આકાશ કુલ્હારીએ જણાવ્યું હતું કે અમે બે ટીમને શર્જિલ ઇમામની ધરપકડ માટે મોકલી હતી. જોકે તે હાજર ન હોવાથી અન્ય બેની અટકાયત કરીને પૂછપરછ કરીને છોડી મુકવામાં આવ્યા છે. સાથે જ દિલ્હી પોલીસ અને બિહાર પોલીસની સાથે પણ વાતચીત ચાલી રહી છે. પોલીસે કાર ચાલકને પણ અટકાયતમાં લીધો હતો.

Read Also

Related posts

આ મહિલાના હાથમાં છે અમેરિકાની પરમાણું તાકાત, ભારત સાથે છે ખાસ સંબંધ

Nilesh Jethva

દિલ્હીના મૌજપુરમાં CAAના વિરોધમાં હિંસા: 37 પોલીસકર્મીઓ ઘાયલ, 1 કોન્સ્ટેબલનું મોત

Ankita Trada

ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાંકા તાજ મહેલને જોઈ થઈ ખુશ ખુશાલ, પતિ સાથે પડાવી તસવીરો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!