GSTV
World

Cases
4973887
Active
6735818
Recoverd
554835
Death
INDIA

Cases
276685
Active
495513
Recoverd
21604
Death

વિદ્યાર્થીઓ ભયમાં : રવિવારે સર્જાયેલી હિંસા બાદ છાત્રોએ કેમ્પસ છોડી દીધું

જેએનયુમાં રવિવારે સાંજે થયેલી હિંસા બાદ વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ છે. ત્યારે સોમવારે કેટલાય વિદ્યાર્થીઓ કેમ્પસમાંથી ચાલ્યા જતા જોવા મળ્યા હતા. તેઓના મતે હાલ તણાવગ્રસ્ત સ્થિતિ છે. અને સ્થિતિ સામાન્ય બનશે. ત્યારે ફરી કેમ્પસમાં પરત ફરશે. જેએનયુમાં પીએચડી કરતી વિદ્યાર્થીની પ્રિયંકાના મતે વિદ્યાર્થીઓમાં ડરનો માહોલ છે.

લાંબા સમયથી ચાલી રહ્યો હતો વિરોધ

જેથી વિદ્યાર્થીઓ કેમ્પસ છોડીને જઈ રહ્યા છે. કોઈ વિદ્યાર્થીઓ પોતાના ઘરે તો કોઈ વિદ્યાર્થીઓ પોતાના સંબંધીઓને ત્યાં જઈ રહ્યા છે. વિદ્યાર્થીઓ હોસ્ટેલ ખાલી કરીને સુરક્ષિત સ્થળે જઈ રહ્યા છે. જેએનયુ વિદ્યાર્થી સંઘે દાવો કર્યો કે એબીવીપી કાર્યકરોએ હિંસા કરી હતી. જ્યારે એબીવીપીએ ડાબેરી વિંગ પર મારપીટનો આરોપ લગાવ્યો હતો. આ હિંસામાં વિદ્યાર્થી સંઘના અધ્યક્ષ આઈશીઘોષ સહિતના વિદ્યાર્થીઓ ઘાયલ છે. જેએનયુમાં ફી વધારાને લઈને લાંબા સમયેથી વિરોધ ચાલી રહ્યો છે.

HRD મંત્રાલય એક્શન મોડમાં

દિલ્હીના જેએનયુમાં થયેલી હિંસાની ઘટનાને લઈને એચઆરડી મંત્રાલય એક્શન મોડમાં આવ્યુ છે. અને હિંસાની ઘટનાનો વિસ્તારથી અહેવાલ એચઆરડી મંત્રાલયને સોંપી દીધો છે. આ રિપોર્ટમાં હિંસા અને હિંસાના ઘટનારમની માહિતી આપવામાં આવી છે. જેએનયુમાં થયેલી હિંસા મામલે એચઆરડી મંત્રાલયે જેએનયુના રજીસ્ટ્રારને બોલાવ્યા હતા. અને રિપોર્ટ આપવા કહ્યુ હતુ. જેએનયુમાં થયેલી હિંસાની ઘટના પર કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યુ હતુ કે, સમગ્ર મામલે તપાસ થવી જોઈએ. કોંગ્રેસ, કમ્યુનિસ્ટ, આપ સહિત અન્ય વિપક્ષી પાર્ટીઓએ દેશની કેટલીય યુનવર્સિટીઓમાં હિંસાની સ્થિતિ પેદા કરી હોવાનો પણ તેમણે આક્ષેપ લગાવ્યો.

READ ALSO

Related posts

ફ્રીમાં થશે કોરોના સંક્રમિતની સારવાર, અરજી કરવા માટે જાણી લો આ પ્રોસેસ

Bansari

12 જુલાઈએ શરૂ થશે ગ્રહોની હેરાફેરી, ઉલ્કાપિંડોના વરસાદથી ઝળહળી ઉઠશે આકાશ

Arohi

રેસ્ટોરન્ટ કે હોટલમાં ભોજન માટે જાઓ સરકાર ભરશે 50 ટકા બિલ, એક વાર નહીં અનલિમિટેડ છૂટ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!