GSTV
Home » News » હવે ટાયર જાતે જણાવશે ક્યારે કરવાનું છે તેને ચેન્જ, સ્માર્ટફોનથી જાણી શકશો આખી જાણકારી

હવે ટાયર જાતે જણાવશે ક્યારે કરવાનું છે તેને ચેન્જ, સ્માર્ટફોનથી જાણી શકશો આખી જાણકારી

ડિજીટલ યુગમાં હવે વસ્તુઓ પણ સ્માર્ટ થવા લાગી છે. સ્માર્ટફોન, સ્માર્ટવોચ, સ્માર્ટ લાઈટ્સ, સ્માર્ટ હોમ, સ્માર્ટ કાર અને હવે સ્માર્ટ ટાયર્સ પણ, જીહા ટાયર બનાવતી કંપની JK ટાયર્સ એક એવું સેંસર લઈને આવી છે, જે તમારી કારનાં બધાજ ટાયરની પુરી જાણકારી રાખશે અને તેનું ધ્યાન પણ રાખશે.

કોઈ પણ ગાડી માટે તેના ટાયર્સનું ઠીક રહેવું બહુજ જરૂરી હોય છે. કારણકે જો ટાયર્સમાં ગડબડ હોય તો તેની સીધી અસર કારનાં પરફોર્મન્સ પર પડે છે. સામાન્ય રીતે લોકો ટાયર્સ પર ધ્યાન આપતા નથી. ખરાબ ટાયરનો સતત ઉપયોગ કર્યા રાખે છે. એર પ્રેશર ઠીક રાખતા નથી. એવામાં JK ટાયર એન્ડ ઈન્ડસ્ટ્રીઝ એક એવું સેન્સર લઈને આવી છે. જે ટાયર્સની કેરમાં તમારી મદદ કરશે. આ સેન્સર ન ફક્ત ટાયરની દેખરેખ રાખશે પરંતુ તેની ઉપર નજર પણ રાખશે.

JK ટાયરે ટ્રીલ સેન્સર્સ દ્વારા ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ (TPMS) રજૂ કર્યુ છે. જેની મદદથી તમે ટાયરની રિયલ ટાઈમ જાણકારી મેળવી શકશો. એટવું જ નહી તેના સેન્સરની મદદથી તમે ટાયરનાં તાપમાન વિશે પણ જાણ મેળવી શકશો. આ સેન્સરથી ટાયર સાથે જોડાયેલી મુશ્કેલી વિશે પહેલેથી જ જાણી શકાશે. જેને કારણે જરૂરી ઉપાયો કરી શકાશે. ટાયરમાં કેટલી હવા છે તેની જાણ પણ મળી શકશે. આ સેન્સરથી કંપનીનું સ્થાનિક માર્કેટમાં સ્થિતિ મજબૂત થશે. કંપની મુજબ, ટ્રીલ સેન્સર દેશમાં 700 ડીલરો પાસે ઉપલબ્ધ છે.

READ ALSO

Related posts

અમદાવાદ: ગણેશ મહોત્સવમાં સાબરમતિને સ્વચ્છ રાખવા મનપા કરશે સ્પર્ધાનું આયોજન, આવા છે નિયમો

Riyaz Parmar

જન્માષ્ટમી : દિકરા આઝાદે પિતા આમિર ખાનની પીઠ ઉપર ચઢીને ફોડી દહી હાંડી, વીડિયો થયો વાયરલ

Nilesh Jethva

VIDEO : આ મહિલાને મોબાઈલ ઉપર એટલો પ્રેમ કે ઓટોમાં ભુલી ગઈ બાળક

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!