GSTV

જમ્મુ-કાશ્મીરના પૂંચમાં પાક.નો ઉશ્કેરણીજનક તોપમારો યથાવત્,ઘૂસણખોરીનો પ્રયાસ કરતા આંતકીને મરાયો ઠાર

જમ્મુ અને કાશ્મીરના પૂંચ જિલ્લામાં અંકુશ રેખા પર આતંકીઓની ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવતા ભારતીય સૈન્યે એક આતંકીને ઠાર કર્યો હતો જ્યારે અન્ય બેને ગંભીર ઈજા પહોંચી હતી તેમ સલામતી દળોએ રવિવારે જણાવ્યું હતું. જમ્મુ સ્થિત પીઆરઓ લેફ્ટનન્ટ કર્નલ દેવેન્દર આનંદે જણાવ્યું હતું કે, શુક્રવારે કૃષ્ણા ઘાટી સેક્ટરમાં આતંકીઓએ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો. બીજીબાજુ પાકિસ્તાને પણ પૂંચમાં અંકુશ રેખા પર ઉશ્કેરણીજનક તોપમારો કર્યો હતો, જેનો ભારતીય દળોએ જડબાતોડ જવાબ આપ્યો હતો. કુલગામમાં પણ સલામતી દળો અને આતંકીઓ વચ્ચે રવિવારે સવારે આૃથડામણ થઈ હતી.

જમ્મુ અને કાશ્મીરના પૂંચ જિલ્લામાં અંકુશ રેખા પર આતંકીઓની ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ

લેફ. કર્નલ દેવેન્દર આનંદે જણાવ્યું હતું કે, પૂંચ જિલ્લામાં કૃષ્ણા ઘાટી સેક્ટરમાં આતંકીઓ સાથેની આૃથડામણ પછી સલામતી દળોએ ઘટના સૃથળની તપાસ કરતાં આતંકીઓ એક મૃતદેહ ઢસડીને લઈ ગયા હોવાના નિશાન જોવા મળ્યા હતા. વધુમાં ઘટના સ્થળેથી એક એકે-47 રાઈફલ, એકે-47ના બે મેગેઝીન્સ અને પાકિસ્તાનના માર્કાવાળા કેટલાક ખાદ્યપદાર્થો મળી આવ્યા હતા. બીજીબાજુ પાકિસ્તાની દળોએ પૂંચમાં અંકુશ રેખા પર ઉશ્કેરણીજનક તોપમારો ચાલુ રાખ્યો હતો, જેનો ભારતીય દળોએ જડબાતોડ જવાબ આપ્યો હતો તેમ સંરક્ષણ પ્રવક્તાએ જણાવ્યું હતું. જોકે, નુકસાન અંગે કોઈ અહેવાલ નથી.

વધુમાં ઘટના સ્થળેથી એક એકે-47 રાઈફલ, એકે-47ના બે મેગેઝીન્સ અને પાકિસ્તાનના માર્કાવાળા કેટલાક ખાદ્યપદાર્થો મળી આવ્યા

પાકિસ્તાની સૈન્યે વહેલી સવારે 6.45 વાગ્યે યુદ્ધવિરામનો ભંગ કરતાં માનકોટે સેક્ટરમાં ઉશ્કેરણીજનક તોપમારો કર્યો હતો અને મોર્ટાર છોડયા હતા. પાછળથી સાંજે 5.50 વાગ્યે પાકિસ્તાને શાહપુર, કિરની અને કૃષ્ણા ઘાટી વિસ્તારોમાં નાના હિથયારોથી ગોળીબાર અને મોર્ટારમારો કર્યો હતો.

જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં રવિવારે આતંકીઓ અને સલામતી દળો વચ્ચે આૃથડામણ થઈ

ઉલ્લેખનીય છે કે દરમિયાન જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં રવિવારે આતંકીઓ અને સલામતી દળો વચ્ચે આૃથડામણ થઈ હતી. આતંકીઓની શોધખોળ દરમિયાન આતંકીઓએ સલામતી દળો પર ગોળીબાર કરતાં મોડી રાત સુધી આૃથડામણ ચાલુ રહી હતી. જોકે, તે અંગે કોઈ વિગતો ઉપલબ્ધ થઈ નથી. ત્યારે આ દરમિયાન આતંકીઓએ બડગામ જિલ્લામાં ભાજપના એક કાર્યકર અબ્દુલ હમિદ નજર પર હુમલો કર્યો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. તેની સ્થિતિ ગંભીર છે. જમ્મુ-કાશ્મીરમાં ભાજપના નેતાઓ અને કાર્યકરો પર આતંકીઓના હુમલાના પગલે અનેક નેતાઓ પક્ષ છોડીને જઈ રહ્યા છે. રવિવારે ભાજપ કાર્યકર પર હુમલા પછી બડગામ જિલ્લામાંથી ભાજપના ચાર નેતાઓએ પક્ષમાંથી રાજીનામુ આપી દીધું હતું. અગાઉ કુલગામના વેસ્સુ ગામમાં ભાજપના સરપંચની આતંકીઓએ હત્યા કર્યા પછી કુલગામના દેવસરમાંથી ભાજપના સરપંચ સહિત અન્ય સૃથાનિક નેતાઓએ પક્ષમાંથી રાજીનામા આપી દીધા હતા.

READ ALSO

Related posts

પુલવામામાં આતંકવાદીઓએ સુરક્ષા દળ પર કર્યો હુમલો, સેનાએ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ

Ankita Trada

હવે સરહદને બદલે અંતરિક્ષમાં ભારતે નિશાન બનાવી રહ્યું છે ચીન, અહીં કર્યો મોટો હુમલો

Mansi Patel

કૃષિ બિલની વિરુદ્ધ પ્રદર્શનમાં જોડાયા નવજોત સિદ્ધુ, ખેડૂતો સાથે મળી યોજી ટ્રેક્ટર રેલી

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!