GSTV

જમ્મુ-કાશ્મીર/ કુલગામમાં થયો આતંકી હુમલો, BJPના યુવા મોર્ચાના મહાસચિવ સહિત ત્રણ નેતાઓની થઈ કરપીણ હત્યા

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સત્તાધારી પક્ષના ત્રણ કાર્યકરોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આતંકવાદીઓએ કાશ્મીરના યુવા મોરચના ભાજપના સેક્રેટરી અને તેના બે સાથીઓ પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. ભાજપના ત્રણેય કાર્યકરોનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. સુરક્ષાદળોએ આતંકવાદીઓને ઝડપી લેવા માટે સર્ચ ઓપરેશન શરૃ કર્યું હતું.


જમ્મુ-કાશ્મીરમાં ભાજપના યુવા મોરચાના જનરલ સેક્રેટરી ફિદા હુસૈન તેના બે સાથીદારો સાથે પોતાના ઘરે જતા હતા ત્યારે એ ત્રણેય પર આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. ત્રણેયનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. હુમલો કરીને આતંકવાદીઓ નાસી ગયા હતા. આ હુમલા પછી આખા વિસ્તારમાં સનસની મચી ગઈ હતી. ભાજપના કાર્યકરોમાં સોંપો પડી ગયો હતો. સુરક્ષાદળોએ આ ઘટના પછી આખા કુલગામ વિસ્તારને ઘેરીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. જે વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની શક્યતા છે ત્યાં દરેક શંકાસ્પદ ઘરમાં પણ પોલીસે તલાશી લેવાનું શરૃ કર્યું છે. સ્થાનિક લોકોની પૂછપરછના આધારે સુરક્ષાદળોએ જાણ્યું હતું કે બે આતંકવાદીઓ એક વાહનમાં સવાર થઈને આવ્યા હતા. એ બાતમીના આધારે તપાસ હાથ ધરાઈ છે.


જમ્મુ-કાશ્મીરમાં અગાઉ પણ રાજકીય નેતાઓને નિશાન બનાવીને હુમલા થયા છે. સરપંચો પર પણ આતંકવાદીઓએ ફાયરિગ કર્યાની ઘટનાઓ નોંધાતી રહે છે. અગાઉ ગયા વર્ષે ઓક્ટોબર માસમાં જ ભાજપના નેતા ગુલામ કાદિરના ઘર પર હુમલો થયો હતો. એમાં ગુલામ કાદિર બચી ગયા હતા, પરંતુ તેમની સુરક્ષામાં તૈનાત પોલીસ જવાનનું મોત થયું હતું.

જ્યારે બીજી તરફ કાશ્મીર સરહદે પાકિસ્તાનના નાપાક સૈન્યએ બેફામ તોપમારો કર્યો હતો. એલઓસીના પૂંચ સેક્ટરમાં ભારતની ચોકીઓને નિશાન બનાવીને પાકિસ્તાનના સૈન્યએ ફાયરિંગ કર્યું હતું. સદ્ભાગ્યે ભારતના જવાનોને ઈજા થઈ ન હતી. પાકિસ્તાનને જવાબ આપવા ભારતે  પણ વળતું ફાયરિંગ કર્યું હતું એવું સંરક્ષણ વિભાગના પ્રવક્તાએ કહ્યું હતું.

READ ALSO

Related posts

CORONA : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સામે આવ્યા 1502 કેસ, મોતના આંકમાં મોટો ઉછાળો, 83 લોકો વેન્ટિલેટર પર

Nilesh Jethva

રાજ્યસભાના કૃષિ બિલ પર ચાલી રહી હતી ચર્ચા અને અચાનક 20 મિનિટ સુધી બંધ થઇ ગયા માઇક્સ, જાણો શું હતું કારણ

pratik shah

સમાજ સેવી બાબા આમટેની પૌત્રી ડૉ. શીતલ આમટેએ ભેદી સંજોગોમાં કરી આત્મહત્યા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!