GSTV

સલામ: જમ્મુ કાશ્મીરના ઉરીમાં આર્મીએ દેખાડયો દમ, છેલ્લા 5 દિવસમાં સુરક્ષાદળોએ 4 આંતકીઓને માર્યા ઠાર

Last Updated on September 28, 2021 by pratik shah

આંતકીસ્તાન અને કપટી ડ઼્રેગન સુધરવાનું નામજ નથી લેતા, જમ્મુ-કાશ્મીરની સરહદ પર ભારતીય સેનાએ એકવાર ફરી પાકિસ્તાનના નાપાક ઈરાદાને નિષ્ફળ કરી દીધા છે. મંગળવારે ઉરી સેક્ટરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરીને પકડી છે, જે ભારતીય જમીન પર આવવાના પ્રયત્નમાં હતા.

5 દિવસમાં 4 આતંકીઓને ઠાર માર્યા

ઉરી સેક્ટરમાં પાકિસ્તાન તરફથી સતત ઘૂસણખોરીનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હતો, એવો પ્રયત્ન કરનાર કેટલાક આતંકવાદીઓએ સેનાને ઠાર માર્યા છે. ઉરી સેક્ટરમાં ગત 5 દિવસમાં 4 આતંકીઓને ઠાર માર્યા છે.

23 તારીખે જારી કર્યુ હતુ ઑપરેશન

સેના અનુસાર, 18 સપ્ટેમ્બરથી જ ઉરી સેક્ટરમાં સતત ઘૂસણખોરીનો પ્રયત્ન થઈ રહ્યો હતો. 23 સપ્ટેમ્બરે જ ત્રણ આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા, તેની સાથે રહેલા બે આતંકી ત્યારે અહીંથી બચી નીકળ્યા હતા.

સેના દ્વારા આ બે ની તપાસ ત્યારથી ચાલી રહી હતી, જેમાંથી હવે એક મરી ચૂક્યો છે અને એકને જીવતો પકડવામાં આવ્યો છે, અહીં ચાલેલી લાંબી અથડામણમાં સેનાના કેટલાક જવાનોને ઈજા પણ પહોંચી છે.

ભારતીય સેનાના અધિકારી દ્વારા જાણકારી આપવામાં આવી છે કે પાકિસ્તાન દ્વારા જમ્મુ-કાશ્મીરની શાંતિ બગડવાને લઈને આવુ કરવામાં આવી રહ્યુ છે. પાકિસ્તાની સેના છેલ્લા કેટલાક સમયથી આવી પ્રયત્નમાં એકઠી છે.

Related posts

ચીન આવ્યું તાલિબાનની મદદે : શરૂ કરી પૈસાની વર્ષા, 375 મિલિયન આપવાનું આપ્યું વચન

Zainul Ansari

Pegasus Issue / પેગાસસ મામલે સુપ્રીમ કોર્ટ બુધવારે સંભળાવશે નિર્ણય, સ્વતંત્ર તપાસની માગ કરતી થઈ હતી અરજી

Zainul Ansari

ચિંતાનો વિષય / કેમ પડી પૃથ્વીની પરિભ્રમણની ગતિ ધીમી? શું આ બદલાવ છે કોઈ ખતરાનો સંકેત કે પછી…?

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!