GSTV

બ્રિટીશ સાંસદ બોબ બ્લેકમેને કાશ્મીર મુદ્દે ભારતને કર્યું સમર્થન, જો ભારતીય સેના કાશ્મીરમાંથી હટી જશે તો સર્જાશે ભયંકર સ્થિતિ

Last Updated on September 24, 2021 by pratik shah

બ્રિટીશ સાંસદ બોબ બ્લેકમેનએ કાશ્મીર મુદ્દે ભારતનું સમર્થન કર્યું છે.. બ્રિટીશ સાંસદે ચેતવણી આપી છે કે જો ભારતીય સેના કાશ્મીરમાંથી હટી જશે તો અફઘાનિસ્તાનની જેમ કાશ્મીરમાં પણ ઈસ્લામીક તાકાત લોકતંત્રને ખતમ કરી નાંખશે. તેમણે બ્રિટીશ સંસદના નિચલા ગૃહ હાઉસ ઓફ કોમન્સમાં કાશ્મીર અંગેની ચર્ચા દરમિયાન જણાવ્યું કે આપણે જોયું છે કે અફઘાનિસ્તાનમાં શું બન્યું છે.. તેમણે કહ્યું કે જો ભારતીય સેના કાશ્મીરમાંથી હટશે, તો જમ્મુ-કાશ્મીરના લોકોનું કંઈક એવી જ રીતે દુઃખી હશે કે જેવી રીતે અફઘાનિસ્તાનમાં ઈસ્લામીક તાકાતો આવવાથી ત્યાં લોકતંત્રનો ખાત્મો થયો છે.

માનવાધિકારોની સ્થિતિ મુદ્દે એક ચર્ચા શરૂ કરી

હાઊસ ઓફ કોમન્સમાં બ્રિટનના સાંસદ ડેબ્બી અબ્રાહમ અને પાકિસ્તાની મૂળના સાંસદ યાસ્મીન કુરૈશીએ કાશ્મીરમાં માનવાધિકારોની સ્થિતિ મુદ્દે એક ચર્ચા શરૂ કરી હતી.. આ દરમિયાન બોબ  બ્લેકમેનએ કહ્યું કે આ માત્ર ભારતીય સેના અને તેની મજબૂતી છે કે જેણે જમ્મુ-કાશ્મીરને તાલિબાનના કબ્જાવાળા અફઘાનિસ્તાન બનવાથી રોક્યું છે.. તેમણે કહ્યું કે જમ્મુ-કશ્મીર કાયદાકીય અને સત્તાવાર રીતે ભારતનો અભિન્ન હિસ્સો છે.

માનવાધિકારીના મુદ્દે ચર્ચા પર ભારતે આકરી પ્રતિક્રિયા

દરમિયાન બ્રિટનની સંસદમાં કાશ્મીરના માનવાધિકારીના મુદ્દે ચર્ચા પર ભારતે આકરી પ્રતિક્રિયા આપી છે કે, કાશ્મીર પર કોઈ દાવો કરતા પહેલા તેના સબંધિત તથ્યોને પ્રમાણિત કરવામાં આવે.

બ્રિટનની જવાબદારી તેમાં મધ્યસ્થી કરવાની નથી

આ પ્રસ્તાવ ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રૂપના સાસંદો દ્વારા મુકવામાં આવ્યો હતો. જેમાં બ્રિટિશ સરકારના મંત્રી અમાન્ડા મિલિંગે સ્પષ્ટ કર્યુ હતુ કે, ભારત અને પાકિસ્તાની કાશ્મીરી લોકોની ઈચ્છા પ્રમાણે ઉકેલ લાવવો પડશે. બ્રિટનની જવાબદારી તેમાં મધ્યસ્થી કરવાની નથી.

READ ALSO

Related posts

ચીન આવ્યું તાલિબાનની મદદે : શરૂ કરી પૈસાની વર્ષા, 375 મિલિયન આપવાનું આપ્યું વચન

Zainul Ansari

Pegasus Issue / પેગાસસ મામલે સુપ્રીમ કોર્ટ બુધવારે સંભળાવશે નિર્ણય, સ્વતંત્ર તપાસની માગ કરતી થઈ હતી અરજી

Zainul Ansari

ચિંતાનો વિષય / કેમ પડી પૃથ્વીની પરિભ્રમણની ગતિ ધીમી? શું આ બદલાવ છે કોઈ ખતરાનો સંકેત કે પછી…?

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!