GSTV
Home » News » આતંકવાદી સંગઠન લશ્કરે તૈયબાના આતંકવાદી એલઓસી પર ઘૂસણખોરી કરવાની ફિરાકમાં : ઈન્ટેલિજન્સ ઈનપુટ્સ

આતંકવાદી સંગઠન લશ્કરે તૈયબાના આતંકવાદી એલઓસી પર ઘૂસણખોરી કરવાની ફિરાકમાં : ઈન્ટેલિજન્સ ઈનપુટ્સ

આતંકવાદી સંગઠન લશ્કરે તૈયબાના આતંકવાદી એલઓસી પર ઘૂસણખોરી કરવાની ફિરાકમાં છે. એલઓસીની નજીકના ચાર સ્થાનો પર આતંકીઓ એકઠા થયા હોવાના ઈન્ટેલિજન્સ ઈનપુટ્સ છે. આ આતંકવાદીઓએ પાકિસ્તાની સેનાના બંકરો અને કેમ્પોમાં આશ્રય લીધો હોવાના ઈનપુટ્સ ઈન્ટેલિજન્સ એજન્સીઓ દ્વારા આપવામાં આવ્યા છે. આતંકવાદીઓ એક મોટા ફિદાઈન એટેકની ફિરાકમાં હોવાની આશંકા પણ ઈન્ટેલિજન્સ ઈનપુટ્સમાં વ્યક્ત કરવામાં આવી છે. આ 35 આતંકવાદીઓમાંથી માછિલ સેક્ટરમાં સૌથી વધુ 18 આતંકી પીઓકેના શારદી નજીક બેઠેલા છે. નવગામની સામે પીઓકેના લીપામાં આઠ, પુંછમાં કાળુ દી ડેરીમાં છે અને પુંછની જ ભિમ્બર ગલીની સામે આવેલા કોટલીમાં ત્રણ આતંકવાદીઓ હોવાનું ઈનપુટ્સમાં કહેવામાં આવ્યું છે. એક માસ પહેલા જાણકારી મળી હતી કે સાડા ચારસો આતંકવાદીઓ સીમા પારથી ઘૂસણખોરી કરવા માટે બેઠેલા છે. તેઓ દેશમાં હુમલો કરવાની ફિરાકમાં છે.

કાશ્મીરના ગુરેજ, માછિલ, કેરન, તંગધાર, નૌગામ, ઉરી, પુંછ, ભિમ્બર ગલી, નૌશેરા અને રામપુરના વિસ્તારોની સામે આવેલી પાકિસ્તાની સેનાની છાવણીઓમાં આતંકવાદી કેમ્પ કરી રહ્યા છે. આ વિસ્તારોમાં ભારતીય સેના દ્વારા સર્જિકલ સ્ટ્રાઈક થઈ ચુકી છે. તેમ છતાં અહીં આતંકવાદીઓનો જમાવડો થવા લાગ્યો છે. સૂત્રો મુજબ ભિમ્બર ગલીની નજીક 120 આતંકવાદીઓની હાજરી છે. મહત્વપૂર્ણ છે કે આતંકીના નિશાને પુંછ છે. 2012માં પુંછના વિસ્તારમાં પાકિસ્તાની બોર્ડર એક્શન ટીમે બે ભારતીય જવાનોના સિર કલમ કર્યા હતા. બાદમાં 2013માં ચક્કાન દા બાગમાં જ ફરીથી બોર્ડર એક્શન ટીમ દ્વારા હુમલો થયો હતો અને અહીં સુઈ રહેલા પાંચ જવાનોની આતંકવાદીઓની ગોળી મારીને હત્યા કરી હતી.

Related posts

પાકિસ્તાનનાં રેડિયોએ કર્યો દાવો, કુલભૂષણ જાધવ મામલામાં નથી થઈ કોઈ ડીલ

Mansi Patel

સંભોગનો આ છે સૌથી શ્રેષ્ઠ પ્રકાર, પણ મોટાભાગની સ્ત્રીઓને નથી હોતો પસંદ

Arohi

BRICS કોન્ફરન્સ પહેલા PM મોદીએ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિન સાથે કરી મુલાકાત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!