GSTV
World

Cases
6580972
Active
10329641
Recoverd
679539
Death
INDIA

Cases
565103
Active
1094374
Recoverd
36511
Death

જમ્મુ-કાશ્મીર: સુરક્ષાદળોની આતંકવાદીઓ સાથેની અથડામણ, એક જવાન ઈજાગ્રસ્ત

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સાથેની સુરક્ષાદળોની અથડામણનો સિલસિલો યથાવત છે. જમ્મુ-કાશ્મીરના ઉનાળું પાટનગર શ્રીનગરના ઓલ્ડ સિટી વિસ્તાર છત્તાબલમાં આતંકવાદીઓ તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું છે. આતંકવાદીઓના ફાયરિંગ બાદ સુરક્ષાદળો દ્વારા આખા વિસ્તારની ઘેરાબંધી કરવામાં આવી છે.

આ હુમલામાં એક જવાનના ઈજાગ્રસ્ત થવાના અહેવાલ છે. સૂત્રોનું કહેવું છે કે કેટલાક આતંકવાદીઓ છત્તાબલ વિસ્તારમાં છૂપાયેલા છે. આ વિસ્તારમાં ગોળીબાર થયો હતો. જણાવવામાં આવે છે કે સુરક્ષાદળના જવાનો દ્વારા આખા વિસ્તારની નાકાબંધી કરવામાં આવી છે. બંને તરફથી ફાયરિંગ થઈ રહ્યાના અહેવાલ છે.

સૂત્રો મુજબ સવારે ચાર વાગ્યે અને 25 મિનિટે જમ્મુ-કાશ્મીર પોલીસ અને સીઆરપીએફએ શ્રીનગરના કરણનગર અને છત્તાબલ વિસ્તારમાં નાકાબંધી કરી હતી. તે વખતે અહીં ગોળીબાર થયો હતો. સીઆરપીએફનો એક જવાન ફાયરિંગમાં ઈજાગ્રસ્ત થયો છે. ગોળી સુરક્ષાકર્મીના જમણા પગમાં વાગી છે. જવાનની હાલત સ્થિર હોવાનું જણાવાઈ રહ્યું છે.

Related posts

અયોધ્યામાં ભૂમિપૂજનનું મુહૂર્ત બતાવનાર પૂજારીએ મળી ધમકી, કાર્યક્રમમાં સામેલ ન થવાની આપી ચેતવણી

Pravin Makwana

ભગવાન રામ પુરૂષ દેવતા છે, અયોધ્યામાં મૂછવાળી મૂર્તિ લગાવો, મહારાષ્ટ્રના આ નેતાએ આપી શિખામણ

Pravin Makwana

પંચર બનાવતી યુવતીને જોઈ પોલીસે ગાડી ઉભી રાખી, ભાઈ બની રાખડી બંધાવી આજીવન રક્ષા કરવાનું વચન આપ્યું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!