GSTV
India News ટોપ સ્ટોરી

કાશ્મીર 370ની શરતે જ ભારત માં ભળ્યુ હતુ, અમે સરકારના નિર્ણય ને કોર્ટમાં પડકારીશું : ઓમર અબ્દુલા

જમ્મૂ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી તેમજ નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ એક નિવેદન કરીને આર્ટિકલ 370 પર સરકારનાં પગલાને “એક તરફી અને ચોંકાવનારુ” ગણાવ્યુ છે. અને કહ્યુ કે, આ રાજ્યની જનતાની સાથે પુરી રીતે વિશ્વાસઘાત છે. તેમણે કહ્યુ, આર્ટિકલ 370 અને આર્ટિકલ 35Aને નિરસ્ત કરવુએ રાજ્યના વિલય પર મૂળભૂત સવાલો ઉભા કરે છે. આ નિર્ણય એકતરફી, ગેરકાયદેસર અને ગેરબંધારણીય છે અને નેશનલ કોન્ફરન્સ તેમને પડકાર આપે છે. આગળ લાંબી તેમજ મુશ્કેલ જંગ થવાની છે. અમે તેના માટે તૈયાર છીએ.

ગૃહ મંત્રી અમિત શાહે સંસદનાં બંને સદનમાં સોમવારે એક પ્રસ્તાવ રજ કર્યો હતોકે, આર્ટિકલ 370 રાજ્યમાં લાગૂ નહી થાય. ઓમરે કહ્યુ, આજે કરવામાં આવેલો ભારત સરકારનો ચોંકાવનારો એકતરફી નિર્ણય વિશ્વાસ સાથે દગો છે.   જેની રજૂઆત ભારતમાં જમ્મુ-કાશ્મીરના લોકો દ્વારા કરવામાં આવી હતી જ્યારે 1947 માં રાજ્ય તેની સાથે ભળી ગયું હતું.

આ નિર્ણયોના ભયંકર પરિણામો આવશે. આ રાજ્યના લોકો પ્રત્યે આક્રમકતા બતાવે છે, ગઈકાલે શ્રીનગરમાં સર્વપક્ષીય બેઠકમાં આની અપેક્ષા રાખવામાં આવી હતી. ” દુર્ભાગ્યે અમારી આશંકાઓ સાચી સાબિત થઈ. ” પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું, “ભારત સરકારે આ વિનાશક નિર્ણયોની જમીન તૈયાર કરવા માટે તાજેતરના સપ્તાહમાં છેતરપિંડી અને ગુપ્તતાનો આશરો લીધો છે. ભારત સરકાર અને જમ્મુ-કાશ્મીરમાં તેમના પ્રતિનિધિઓએ અમને જૂઠ્ઠું કહ્યુ હતું કે કંઇ મોટું કરવાની યોજના નથી.

નેશનલ કોન્ફરન્સનાં નેતાએ કહ્યુકે, આ જાહેરાત ત્યારે કરવામાં આવી જ્યારે આખા રાજ્યમાં, ખાસ કરીને ઘાટીને છાવણીમાં બદલી નાખવામાં આવી છે. અબ્દુલ્લાએ કહ્યુ, જમ્મૂ-કાશ્મીરના લોકો માટે લોકતાંત્રિક અવાજ આપતા અમારા જેવા લોકોને નજરકેદ કરવામાં આવ્યા છે. જ્યાં લાખો સશસ્ત્ર સુરક્ષા કર્મીઓને તહેનાત કરવામાં આવ્યા છે.

READ ALSO

Related posts

કેરળમાં હજી ચોમાસું પહોંચ્યું નથી, હવામાન વિભાગે કહ્યું- 3-4 દિવસનો થઈ શકે છે વિલંબ

Vushank Shukla

ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ મમતાએ મૃત્યુના આંકડા પર ઉઠાવ્યા સવાલ, રાહુલે માંગ્યું રેલવે મંત્રીનું રાજીનામું

Vushank Shukla

મહારાષ્ટ્ર : ચંદ્રપુરના કાનપા ગામ પાસે ખાનગી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 5 લોકોના મોત

Hardik Hingu
GSTV