GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોએ બે આંતકીઓને કર્યા ઠાર, ભારતીય સેના ફુલ એકશન મોડમાં

દેશનાં જમ્મુ કશ્મીરના અનંતનાગમાં સુરક્ષાદળોને વધુ સફળતા મળી છે. સુરક્ષા દળો દ્વારા બે આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. આ બંને આતંકીઓએ 5 વર્ષના બાળકની હત્યા કરી હતી તેવી માહિતી સામે આવી છે.

સુરક્ષા દળો દ્વારા બે આતંકીઓને ઠાર કરવામાં આવ્યા

સાથેજ સીઆરપીએફના જવાનોની પણ  આ આતંકીઓએ હત્યા કરી હતી. મહત્વનું છે કે કશ્મીરમાં આતંકીઓ સામે હવે ભારતીય સેના ફુલ એકશન મોડમાં આવી ગઈ છે.. આ જુન મહિનામાં સેના દ્વારા 38 આતંકીઓને ખૂણે ખૂણેથી શોધીને ઠાર કરવામાં આવ્યા છે.ચાલુ વર્ષમાં અત્યાર સુધીંમાં કુલ  116 આતંકીઓને કશ્મીરમાં ઠાર કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ આંતકીઓને ઠાર મારવામાં આવ્યા છે. જેમાં પોલીસના જણાવ્યા અનુસાર માર્યા ગયેલા આતંકીઓની ઓળખ પ્રક્રિયા ચાલી રહી છે. જ્યારે બીજી તરફ દોડા વિસ્તારમાં હિઝબુલ મુજાહિદ્દીનના આતંકીઓ ઠાર માર્યા ગયા હતા. જેને પગલે હવે સમગ્ર દોડા વિસ્તાર આતંકીઓથી મુક્ત કરી દેવામાં આવ્યો હોવાનો દાવો પોલીસ દ્વારા કરવામાં આવ્યો હતો.

રેપની ઘટનામાં સામેલ હતો આતંકી

અહીંના અનંતનાગમાં પોલીસ, 19 આરઆર, સીઆરપીએફ દ્વારા સંયુક્ત રીતે આ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં જે પણ આતંકીઓ માર્યા ગયા તેમાં એકનું નામ મસૂદ છે જે અનંતનાગમાં રેપની ઘટના સાથે પણ સામેલ હતો, જે બાદ તે હિઝબુલ મુજાહિદ્દીન સાથે જોડાઇ ગયો હતો અને આતંકી હુમલાઓને અંજામ આપ્યા હતા. દરમિયાન પોલીસે જણાવ્યું હતું કે સુરક્ષા જવાનો દ્વારા હાથ ધરવામાં આવેલા આ ઓપરેશન દરમિયાન આતંકીઓ માર્યા ગયા તેમની પાસેથી મોટા પ્રમાણમાં હિથયારો અને બંદુકો જપ્ત કરાઇ છે. આતંકીઓ પાસેથી એકે-47 રાઇફલ પણ મળી આવી છે. આ સાથે જ દોડા વિસ્તારને આતંકીઓથી મુક્ત કરી દેવામાં આવ્યો છે. હિઝબુલના આતંકીઓ મુખ્યત્વે અહી વધુ સક્રીય હતા, જેનો હવે ખાતમો બોલાવી દેવામાં આવ્યો છે.

READ ALSO

Related posts

વહીવટી તંત્ર એક્શનમાં: શહેરમાં પાનનાં 376 ગલ્લાઓ કરાયા સીલ, માસ્ક પહેર્યા વગર જાહેરમાં નિકળેલા 1.72 લાખ લોકો દંડાયા

pratik shah

કોરોના મામલે આવી મોટી ખુશખબર, ભારતમાં વેક્સિનનું હ્યુમન ટ્રાયલ શરૂ

Mansi Patel

અનેક દેશ ખોટી દિશામાં વધી રહ્યાં છે આગળ, કોરોનામાં નિષ્ફળ ગયા તો મોતના આંકનું વાવાઝોડું આવશે

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!