GSTV
Home » News » પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની જીભ લપસી, મીડિયાને નિશાન બનાવીને કર્યો બફાટ

પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની જીભ લપસી, મીડિયાને નિશાન બનાવીને કર્યો બફાટ

સત્તાનાં મદમાં જ્યારે અહંકાર આવી જાય છે ત્યારે નેતાઓ શું બોલે છે તેનું ભાન રહેતું નથી. અથવા તો તેઓ સત્તાના નશામાં હાથે કરીને બફાટ પણ કરતા હોય છે. ગુજરાતમાં ફરી ભાજપે લોકસભાની તમામ 26 બેઠકો જીતીને પ્રદેશ અધ્યક્ષની છાતી ફુલી ગઈ છે. અભિવાદન કાર્યક્રમમાં શુટ-બુટમાં સજ્જ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જિતુ વાઘાણીએ મીડિયા પર વિવાદાસ્પદ નિવેદન કર્યું.

છાશવારે મીડિયા સામે આવીને વિપક્ષ પર પ્રહાર કરતા વાઘાણીએ મીડિયાને નિશાન બનાવીને એવો બફાટ કર્યો કે મીડિયાએ ચૂંટણી સમયે નકારાત્મક વાતાવરણ ઉભુ કર્યું હતું. ચોવીસ કલાક ચાલતી ચેનલોએ ભૂંગળા લઈને વેપારીઓ નારાજ છે. ખેડૂતો નારાજ છે. વગેરે બતાવ્યું હતું પણ આજે પરિણામ લોકોની સામે છે. તેમને કહ્યું લોકો સકારાત્મકતામાં માને છે એટલે જ વિજયી બન્યા છીએ.

READ ALSO

Related posts

કેનાલોમાંથી પાણીની ચોરી કરી રહેલા માફિયાઓની હવે ખેર નહી, સરકારે ગૃહમાં પસાર કર્યો આ ઠરાવ

Path Shah

ફેસબુક પર ગ્રીન અમદાવાદ અને વૃક્ષારોપણની સુફિયાણી વાતો, બીજી તરફ વૃક્ષોનું નિકંદન

Path Shah

બાબરા : એક બાજુ લોકો ટીપા પાણી માટે વલખા મારે છે, તો બીજી તરફ તંત્રના પાપે લાખો લીટર પાણીનો વેડફાડ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!