GSTV
Home » News » અમિત શાહ કન્ફર્મ બનશે કેબિનેટ મંત્રી, જીતુ વાઘાણીએ TWEET કરી આપી શુભેચ્છા

અમિત શાહ કન્ફર્મ બનશે કેબિનેટ મંત્રી, જીતુ વાઘાણીએ TWEET કરી આપી શુભેચ્છા

લોકસભા ચૂંટણીમાં વિપક્ષના સૂપડા સાફ કરી નાખ્યા બાદ આજે પ્રધાનમંત્રી મોદી અને તેમની સરકારની ભવ્યાતિભવ્ય શપથવિધિ છે. ગુજરાતમાંથી 26માંથી 26 બેઠકો બીજીવાર જીતીને ગુજરાત ભાજપે ઈતિહાસ રચ્યો છે. ત્યારે આજે શપથવિધિ પહેલા જીતુ વાઘાણી સહિતના ભાજપના નેતાઓ અમિત શાહને મળવા માટે પહોંચ્યા હતા. જેની તસ્વીરો જીતુ વાઘાણીએ પોતાની માઈક્રોબ્લોગીંગ સાઈટ ટ્વીટર પર અપલોડ કરી હતી. અમિત શાહ મોદી બાદ બીજા કદાવર નેતા બની જશે.ગુજરાતમાં મોદી સીએમ હતા ત્યારે શાહ ગૃહમંત્રી રહી ચૂકયા છે. નવી સરકારમાં મોદી બાદ શાહ બીજા નંબરના નેતા બનશે.

જીતુ વાઘાણીએ આ શુભેચ્છા મુલાકાત કરી હોવાનું લખ્યું હતું. જીતુ વાધાણીએ ગુજરાતના નેતાઓ સાથે અમિત શાહની શુભેચ્છા મુલાકાત બાદ ફોટોગ્રાફ Twitter પર અપલોડ કરી પ્રધાનમંત્રી મોદીના કેન્દ્રીય મંત્રીમંડળમાં સમાવેશ થવા બદલ અભિનંદન પાઠવી દીધા છે. આમ જીતુ વાઘાણીના Tweet બાદ ફાયનલ થઈ ગયું છે કે અમિત શાહ કેબિનેટ મંત્રી બની રહ્યાં છે. જેપી નડ્ડાને ભાજપના અધ્યક્ષ બનાવાય તેવી સંભાવના છે. ગુજરાત બાદ મોદી અને શાહની જોડી દેશમાં પણ કમાલ કરે તેવી સંભાવના છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાંથી ત્રણ નેતાઓનો આજે મંત્રીપદમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, જેઓ ગાંધીનગર બેઠક પરથી જંગી બહુમતિથી વિજેતા બન્યા છે તેમની પ્રથમ પસંદગી થઈ છે. બીજા નંબરે સૌરાષ્ટ્રના કદાવર નેતા અને ગુજરાત ભાજપના રાજ્યસભાના નેતા પુરષોત્તમ રૂપાલાની પસંદગી કરવામાં આવી છે. તો ત્રીજા નંબરે મનસુખ માંડવીયાની પસંદગી કરવામાં આવી છે. જેમાં મનસુખ માંડવીઆએ આ માટે મોદી સરકાર અને ભાજપનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો. ગુજરાતમાંથી હાલમાં 3 સાંસદોનો પ્રધાનમંડળમાં સમાવેશ કરાયો છે. આજે સાંજે 7 વાગે 8000 મહેમાનોની હાજરીમાં મોદી પ્રધાનમંડળના મંત્રીઓની શપથવીધિ યોજાશે.

READ ALSO

Related posts

PM મોદીને મળશે દુબઇનો સર્વોચ્ચ એવોર્ડ, વડાપ્રધાન 26 ઓગષ્ટથી ત્રણ દેશોનાં પ્રવાસે

Riyaz Parmar

અમદાવાદમાં સેન્ટ ઝેવિયર્સ શાળાના ફાધર સામે મહિલાએ લગાવ્યો ગંભીર આરોપ, આંતર રાષ્ટ્રીય હીન્દુ સેનાએ આપી આ ચીમકી

Nilesh Jethva

ગુજ્જુ એક્ટ્રેસનો સેક્સી પૉલ ડાન્સ, Video જોઇને ધબકારો ચુકી જશો એની ગેરેન્ટી

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!