GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

શું વન વિભાગ જીતુ વાઘાણીને છાવરવાનો પ્રયાસ કરી રહ્યું છે ?

ગીરના જંગલમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ ચલાવેલી જીપનો વીડિયો વાયરલ થયા બાદ વિવાદ સર્જાયો છે. ત્યારે જીતુ વાઘાણીએ સમગ્ર વિવાદ મામલે સ્પષ્ટતા કરી અને તેઓએ કોઈ નિયમોનું ઉલ્લંઘન ન કર્યું હોવાનો બચાવ પણ કર્યો છે. જો કે આ સમગ્ર હકિકત અંગે વન વિભાગ સામે પણ સવાલ થઈ રહ્યાં છે. કારણ કે જીતુ વાઘાણીને બચાવવા વન વિભાગ સીસીટીવી જાહેર કરતા ખચકાય છે. આ ઉપરાંત વન વિભાગ ભાજપના નેતા અને પદાધિકારીઓને છાવરવાના પ્રયાસો કરતું હોય તેમ તેઓ તેમને આપવામાં આવેલી પરમિટ નંબર પર જાહેર કરતું નથી.

આ સમગ્ર વિવાદ બાદ જીતુ વાઘાણીએ ખુલાસો કરતાં તેઓ સતાધાર સાસણ રોડ જે પ્રવાસીઓ માટે ખુલ્લો છે તે રોડ પર ગાડી ચલાવીને ગયા હતા તેમ જણાવી રહ્યાં છે પરંતુ આ રોડ પરથી પસાર થતા કોઈ પણ વાહનોનું સાસણ ચેકપોસ્ટ પર એન્ટ્રી કરાવવાની હોય છે. તેમજ કઈ ગાડી છે, ગાડીમાં કેટલા સભ્યો છે, કેટલા સ્ત્રી-પુરુષો અને બાળકો છે તે તમામ વિગત નોંધાવવાની હોય છે. જે બાદ કોઈ પ્રવાસીને નિઃશુલ્ક પરમિટ આપવામાં આવે છે. આ પરમિટથી સાસણથી સતાધાર જવા માટે વાયા ગીર જંગલમાંથી પસાર થવાનું હોય છે. અને કાસીયા ચેકપોસ્ટ પર આ પરમીટ જમા કરાવવાની હોય છે. આટલું જ નહીં સાસણ ચેકપોસ્ટ પર એન્ટ્રી કરાવી જંગલ તરફ જતા વાહનો સીસીટીવીમાં પણ કેદ થતા હોય છે.

આ ઉપરાંત જંગલની બહાર નીકળે એટલે કાશીયા ચેકપોસ્ટ પર સીસીટીવી લગાડવામાં આવ્યા છે. ત્યારે જો વનવિભાગ દૂધે ધોયેલું હોય તો જીતુ વાઘાણીના મુદ્દે તેમને આપવામાં આવેલી પરમિટનો નંબર તેમજ સાસણ અને કાસીયા ચેકપોસ્ટના સીસીટીવી ફુટેજ રજૂ કરે તે જરૂરી છે. જો કે ભાજપના નેતાને બચાવવાની મથરાવટી રાખતા વન વિભાગના અધિકારીઓએ હજુ સુધી જીતુ વાઘાણીને આપેલી પરમિટ કે સીસીટીવી ફુટેજ જાહેર કરતું નથી. ત્યારે જો જીતુ વાઘાણીની પરમિટ નંબર તેમજ સાસણ અને કાસીયા એમ બંને ચેકપોસ્ટ પરના સીસીટીવી ફૂટેજ જાહેર કરે તો સમગ્ર ગુજરાતને ખબર પડે કે વનવિભાગ કેટલું દૂધે ધોયેલું છે

તો થશે દૂધનું દૂધ અને પાણીનું પાણી

આ ઉપરાંત સૌથી મહત્વની વાત તો એ છે કે હાલમાં સાસણથી સતાધાર તરફ ગીરમાં થી પસાર થતો રસ્તો આલાવાણી નેસ પાસે એટલી હદે ખરાબ છે કે ત્યાંથી વાહન પસાર કરવું પણ ખૂબ જ મુશ્કેલ ભર્યું છે, પરંતુ વન વિભાગમાં થતી ચર્ચા મુજબ જીતુ વાઘાણી કમલેશ્વર ડેમ પણ ગયા હતા, આ વિસ્તારના જંગલનો પ્રતિબંધિત વિસ્તારમાં આવે છે. પરંતુ સમગ્ર મામલે દૂધનું દૂધ અને પાણીનું પાણી ત્યારે જ થશે જ્યારે વન વિભાગે બંને ચેક પોસ્ટ પરના સીસીટીવી ફૂટેજ ટાઈમ, તારીખ સાથે જાહેર કરે તો જ સાબિત થશે કે જીતુ વાઘાણી સાસણથી સતાધાર તરફ ગયા હતા કે અધવચ્ચેથી પોતાનો શોખ એટલે કે સિંહ દર્શન થઇ ગયા બાદ પરત ફરી ગયા હતા.

READ ALSO

Related posts

ખુશખબર: દેશમાં કોરોનાથી રિકવરી રેટ 60 ટકાથી વધુ, અમુક રાજ્યોમાં તો આનાથી પણ વધુ

Pravin Makwana

આ રાજ્યની સરકારે એક વર્ષ માટે જાહેર કરી સેફ્ટી ગાઈડલાઈન, તમામે કરવું પડશે પાલન નહીંતર સજા ભોગવશો

Pravin Makwana

લોકડાઉનમાં આટલા વર્ષ પૂરા કરનાર બાળકીઓનું પણ ખુલસે સૂકન્યા સમૃદ્ધી ખાતું

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!