GSTV
World

Cases
2917741
Active
2231523
Recoverd
346227
Death
INDIA

Cases
80722
Active
60491
Recoverd
4167
Death

જીતુ વાઘાણીએ જીપથી લઈ રસ્તા સુધીનું રહસ્ય ખોલી દીધું, આ માટે ગયા હતા એ રસ્તે

ગીરના જંગલમાં પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી જાતે જીપ ચલાવીને ફરતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. જેને લઈને સવાલ ઉઠતા તેઓ સ્પષ્ટતા આપવા સામે આવ્યા હતા. તેઓએ કહ્યું હતું કે, જલજીલણી એકાદશીને લઈને ગીરગઢડાના કાર્યક્રમમાં ગયો હતો. જે રસ્તેથી ગયો તે વિસાવદર સત્તાધારનો રસ્તો છે. અને જાહેર લોકો માટે પણ ખુલ્લો જ છે. હું પ્રતિબંધિત વિસ્તારમાં ગયો જ નથી. અને જે જીપની વાત છે. તે જીપ પણ માન્યતા પ્રાપ્ત છે.

શું હતો વિવાદ ?

ભાજપ પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણી આમ તો ઘણી વખત વિવાદમાં આવતા રહે છે. તો હવે નવો વિવાદ સામે આવ્યો. હાલ ગીર નેશનલ પાર્કમાં વનરાજોનું વેકેશન ચાલી રહ્યું છે. અને 15 ઓક્ટોબર સુધી પ્રવાસીઓ માટે અભયારણ્યમાં જવા પર પ્રતિબંધ હોય છે. તેવામાં ભાજપ પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણી પ્રતિબંધિત વિસ્તારમાં જઈ આવ્યા હોવાના આક્ષેપો થયા હતા. એટલું જ નહીં તેમણે ગીર અભયારણ્યમાં જાતે જીપ પણ ચલાવી હતી. અને સીટ બેલ્ટ પણ પહેર્યો ન હતો.

ઉઠ્યા હતા સવાલો ?

આ ફોટા વાઘાણીએ પોતે જ ફેસબૂકમાં પોસ્ટ કર્યા હતા. ત્યારે ઘણા સવાલો ઉઠે છે. શું ભાજપના નેતા જીતુ વાઘાણીને કોઈ કાયદા નથી નડતાં. શું વન વિભાગ વાઘાણી સામે મૂજરો કરી રહ્યું છે. વન વિભાગે પોતે જ વાઘાણીને ખુશ કરવા કાયદા નેવે મૂકી દીધા. સામાન્ય વ્યક્તિ જો અભયારણ્યમાં પ્રતિબંધિત વિસ્તારમાં દેખાય તો વનવિભાગ આકરો દંડ વસૂલે છે. પરંતુ શું જિતુ વાઘાણી ભાજપના નેતા છે તેથી તેમને છૂટો દોરી આપી દીધો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આવા અનેક સવાલો આ તસવીરો પરથી ઉઠી રહ્યા છે. કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કરીને કર્યું કે ગંભીર અને ચિંતાનો વિષય છે. અને વાઘાણી સામે કાયદાકીય કાર્યવાહી કરવા માગ કરી.

READ ALSO

Related posts

લોકડાઉનની અજીબોગરીબ અસર, દુનિયાના આ દેશમાં મચ્છરોના કદમાં ચારગણો વધારો થયો

Ankita Trada

અમદાવાદમાં કુલ 361 પોલીસકર્મીઓ કોરોનાના રોગચાળામાં સપડાયા: 273 સ્વસ્થ, 4ના મોત

Bansari

અંબાજીના ‘ચુંદડીવાળા માતાજી’નો પાર્થિવદેહ શ્રદ્ધાળુઓના દર્શનાર્થે, ગુરુવારે આશ્રમ ખાતે અપાશે સમાધિ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!