જીતુ વાઘાણીએ રાહુલ ગાંધી પર કરેલા નિવેદનને લઈ ફસાયા, શિક્ષાત્મક પગલાં લેવાની માંગ

પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ રાહુલ ગાંધી પર કરેલા નિવેદન મામલે રાજ્યભરમાં કોંગ્રેસ દેખાવ કરી રહી છે. ત્યારે ભાવનગરમાં પણ કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોએ જીતુ વાઘાણી સામે શિક્ષાત્મક પગલા ભરવાની માંગ કરી છે. ભાવનગરમાં મહિલા કોંગી કાર્યકરો જીતુ વાઘાણીના નિવાસ સ્થાને પહોંચી હતી. અને તેમની પત્ની તેમને વર્ષોથી સહન કરી રહી છે.અને તેમનુ સમ્માન કરવા જઈ રહ્યા છે. તેવો કટાક્ષ કરતા જીતુ વાઘાણીના નિવાસ સ્થાને પહોંચ્યા. પરંતુ પોલીસે મહિલા કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter