રામમંદિરના ચુકાદા પહેલાં કોઇએ પ્રતિક્રિયા આપવી નહીં,ખૂબ જ સંયમ રાખવો તેવી હાઇકમાન્ડનો આદેશ હોવા છતાંય ખુદ ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ ભાંગરો વાટયો હતો.ગાંધીનગર સિૃથત ભાટ ખાતે ભાજપ આયોજિત સ્નેહ મિલન કાર્યક્રમમાં સુપ્રિમ કોર્ટ આદેશ આપે તે પહેલાં જ ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ જાહેર મંચ પરથી એવુ કહ્યું કે, સુપ્રિમ કોર્ટની આપણાં પર મહેરબાની રહેવાની છે.

જાહેરમાં શું બોલવું તેની હાઈકમાન્ડે ગુજરાત ભાજપના નેતાને આપી હતી ખાસ સૂચના
અયોધ્યામાં રામમ મંદિર જ બનવાનુ છે. ભાજપ પ્રદેશ પ્રમુખને જાણે અગાઉથી રામમંદિરના ચુકાદા વિશે જાણ હોય તેવુ પ્રસૃથાપિત થયુ હતું. રામમંદિરના ચુકાદા બાદ કેવી પ્રતિક્રિયા આપવી, જાહેરમાં શું બોલવુ તે અંગે હાઇકમાન્ડે ગુજરાત ભાજપના નેતાઓને ખાસ સૂચના આપી હતી. આ ઉપરાંત ભાજપના કયા નેતાઓ પ્રતિક્રિયા આપશે તે પણ અગાઉથી નક્કી કરાયુ હતું. ભાજપના નેતા-કાર્યકરોને ચુકાદા બાદ સંયમ જાળવવા માટે પણ આદેશ કરાયો છે. આ બધીય વાત જાણે શેઠની શિખામણ ઝાંપા સુધી હોય તેવો ઘાટ સર્જાયો હતો.

જીતુ વાઘાણીએ જાહેરમંચ પર કહ્યું આવું…
કેમકે, ગાંધીનગરના ભાટ ખાતે ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ જાહેરમંચ પરથી એવુ કહ્યું કે, અયોધ્યામાં રામમંદિર જ બનવાનુ છે. સુપ્રિમ કોર્ટની મહેરબાની આપણી ઉપર રહેશે. આપણે રામલલાની જેમ સંયમ જાળવવાનુ છે. વિઘટનકારી તત્વો સક્રિય ન બને તે જોવાનુ છે.

જીતુ વાઘાણીનું નિવેદન સાંભળીને ભાજપના નેતા કાર્યકરો પણ ચોંકી ઉઠ્યા
જીતુ વાઘાણીનુ આ નિવેદન સાંભળીને એક તબક્કે ઉપસિૃથત ભાજપના નેતા-કાર્યકરો પણ ચોંકી ઉઠયા હતાં. નવાઇની વાત એ હતીકે, સ્નેહમિલન કાર્યક્રમમાં ભાજપના ટોચના નેતાઓ હાજર હોવા છતાંયે તેમણે ય જીતુ વાઘાણીને ટકોર સુધૃધાં કરી ન હતી. વાઘાણીની આ ટિપ્પણી ભાજપના આંતરિક વર્તુળોમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે.
Read Also
- મેક્સીકન ટેસ્ટનો ટ્રાય કરવો હોય તો તમારા રસોડે બનાવો મગની દાળનો સૂપ
- કોર્ટમાં જુબાની આપવા જઈશ તો જીવતી સળગાવી દઈશ, રેપ પીડિતાને બળાત્કારીની ધમકી
- લો બોલો વોશિંગ મશીન, સોફા સેટ અને ફર્નિચરમાં ઘુસીને જઈ રહ્યા હતા USA, પોલીસે પકડ્યા પછી થયું એવું કે….
- પાકિસ્તાને બાલાકોટ એર સ્ટ્રાઇક બાદ ભારત વિરુદ્ધ F-16 ફાઇટર પ્લેનનો કર્યો ઉપયોગ, અમેરિકાએ ખખડાવી નાંખ્યુ
- Video: ‘તારક મહેતા…’માં આવશે જબરદસ્ત ટ્વિસ્ટ, દયાબેનના બદલે થશે આ કિરદારની એન્ટ્રી