રાજ્યના શિક્ષણ મંત્રી અને ગૃહ રાજ્યમંત્રીનો ન જોયો એવો અંદાજ હાલ જોવા મળ્યો છે. બંને મંત્રીઓ પોતાના બાળપણની યાદો તાજી કરતો હોય તેવો એક વીડિયો વાયરલ થયો છે. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી ભાવનગરની એક શાળામાં પહોંચ્યા હતા, જ્યા બાળકોને હિંચકે ખાતા જોઈ પોતે પણ હિંચકે ખાયા હતા. જ્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો પણ એક વીડિયો વાયરલ થયો છે, જેમા તેઓ ઝાડ પર લટકીને બાળપણની યાદ તાજી કરી રહ્યા છે.

ભાવનગરની શાળાના સન્માન સમારંભમાં શિક્ષણમંત્રીએ આપી હાજરી
ભાવનગરના નારી ગામમાં આવેલી જગદીશશ્વરાનંદ સરકારી પ્રાથમિક શાળાનાં બાળકો ખેલ મહાકુંભ સ્પર્ધામાં સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે વિજેતા થયાં હતાં, જેના ભાગરૂપે આ બાળકોનો સન્માન સમારોહ યોજાયો હતો. વિજેતાઓને પ્રોત્સાહિત કરવા માટે શિક્ષણમંત્રી ત્યાં પહોંચ્યા હતા. શાળાના વિદ્યાર્થીઓ સાથે શિક્ષણમંત્રીએ ખાસ્સો સમય પસાર કર્યો હતો. સાથે જ ખેલ મહાકુંભમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત પણ કર્યા હતા. બાળકો સાથે શિક્ષણમંત્રી સહજ ભાવે હળીમળી ગયા હતા અને બાળકોને ગોદમાં ઉઠાવી લપસણી ખવડાવી હતી. બાળકોને હિંચકે ખાતા જોઈ શિક્ષણ મંત્રીને પણ રહેવાયુ ન હતું અને પોતે પણ હીંચકે હિંચક્યા હતા.
ગૃહમંત્રી હર્ષ સંઘવી બાદ જીતુ વાઘાણી પણ હિંચકે ઝૂલ્યા, જુઓ વીડિયો#GSTVNEWS #GujaratiNews #jituvaghani #harshsanghavi pic.twitter.com/Rj7EESO6Vl
— GSTV (@GSTV_NEWS) June 27, 2022
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આગવા અંદાજમાં જોવા મળ્યા
ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી વધુ એક વખત આગવા અંદાજમાં જોવા મળ્યા હતા. સુરતમાં તેમણે વોક વેની મુલાકાત દરમ્યાન ઝાડ પર લટકીને બાળપણની યાદ તાજી કરી હતી. વડની વડવાઈ પર લટકીને કાર્યકરો સાથે મસ્તી કરી હતી. પોતાના મત વિસ્તાર મજુરા વિધાનસભા વિસ્તારમાં રાઉન્ડ પર નીકળ્યા હતા. તેમણે સુરતમાં પોતાના મત વિસ્તાર મજૂરામાં વિકાસ કાર્યોની સમીક્ષા કરી અને લોકો સાથે સીધી વાતચીત કરી હતી. આ પ્રસંગે તેમણે નવા બનેલા વોક વે અને જોગર્સ પાર્કની પણ મુલાકાત લીધી હતી. સ્થાનિકો સાથે ચર્ચા કરીને મજુરા વિસ્તારમાં વિકાસ માટે તેમના સૂચનો જાણ્યા હતા.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય સમાચાર.
READ ALSO
- સ્માર્ટફોન ધમાકા/ Moto G32ની ખરીદી પર મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ, 12,000 રૂપિયા સુધીનો આ રીતે મેળવો ફાયદો
- સિધ્ધાંતો કે આગે ઝૂકનેકા નહીં / ‘પુષ્પા’ ફેઈમ અલ્લુ અર્જુને 10 કરોડની ઓફર ફગાવી
- મોદીના ફરમાન પછી સંઘે તિરંગો અપનાવ્યો, કચવાટ થતાં ઈતિહાસ બદલાયો
- મેડિકલ-એન્જીનિયરિંગ માટે એક જ એન્ટ્રન્સ ટેસ્ટ, મોદી સરકાર કરી રહી છે મોટા ફેરફારો
- મમતા બેનર્જીના ટ્વિટર પરથી ગાયબ થયો જવાહરલાલ નેહરુનો ફોટો, કોંગ્રેસ ભડકીઃ આપ્યો આ રીતે જવાબ