જીતુભાઈ વાઘાણીએ વિશ્વ માતૃભાષા દિવસ પર છબરડો માર્યો, જુઓ Tweeter પર શું લખ્યું

આજે વિશ્વ માતૃભાષા દિવસ છે. એટલે કે તમામ લોકો પોતાની માતૃભાષા પરનો પ્રેમ જતાવશે, પણ આ પ્રેમ જતાવવામાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીથી મોટી ચૂક થઈ ગઈ છે. જીતુભાઈ વાઘાણીએ વિશ્વ માતૃભાષા દિવસ પર જે પોસ્ટ મુકી છે તે પોસ્ટ હિન્દીમાં છે. હકિકતે એ પોસ્ટ ગુજરાતીમાં હોવી જોઈતી હતી. કારણ કે આજે વિશ્વ હિન્દી દિવસ નહીં વિશ્વ માતૃભાષા દિવસ છે. અને આ દિવસે જ ભાજપના પ્રદેશ અધ્યક્ષ મોટો છબરડો કરી બેઠા છે.

તેમણે પોતાની ટ્વીટર પોસ્ટમાં હિન્દીમાં લખ્યું છે કે, આજે વિશ્વ માતૃભાષા દિવસ પર પ્રદેશવાસિયોને અનુરોધ કરૂ છું કે, માતૃભાષા પ્રતિ નિષ્ઠા બનાવી રાખવાનો સંકલ્પ કરે. અને જીવનભર વ્યક્તિગત જીવનમાં પણ માતૃભાષાનો વધારેમાં વધારે ઉપયોગ કરી સમાજના વિકાસમાં સંકલ્પ લે…. જીતુભાઈ વાઘાણીએ માતૃભાષાનો વ્યક્તિગત જીવનમાં ઉપયોગ કરવાનું કહ્યું પણ તેઓ એ ભૂલી ગયા કે આજે હિન્દી દિવસ નહીં માતૃભાષા દિવસ છે. ત્યારે ગુજરાતીઓ હવે શું ઘરમાં હિન્દી બોલવાનો સંકલ્પ કરે ? જેથી તેમણે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણીમાં ટ્વીટર પર છબરડો વાળી દીધો છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter