GSTV

ભાજપ ફળી/ જિતિનને વિધાન પરિષદના સભ્ય બનાવી આપી દેવાશે મંત્રીપદ, યોગી નારાજ છતાં દિલ્હીએ દમ દેખાડ્યો

Last Updated on June 12, 2021 by Zainul Ansari

કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા જિતિન પ્રસાદને ભાજપ વિધાન પરિષદના સભ્ય બનાવીને યોગી મંત્રીમંડળમાં સમાવશે. ઉત્તર પ્રદેશ વિધાન પરિષદના ૪ ધારાસભ્યોની મુદત ૫ જુલાઈએ પૂરી થાય છે. આ ચારેય ધારાસભ્યો સમાજવાદી પાર્ટીના છે પણ અત્યારે યુપી વિધાનસભામાં ભાજપની બહુમતી છે તેથી ચારેય બેઠકો ભાજપ જીતશે એ નક્કી છે. આ પૈકી એક બેઠક પર ભાજપ જિતિન પ્રસાદને ઉમેદવાર બનાવશે.

જિતિન

ભાજપ પ્રસાદને યુવા બ્રાહ્મણ નેતા તરીકે પ્રમોટ કરીને ફેબ્રુઆરીમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં બ્રાહ્મણ મતબેંકને પોતાની તરફ વાળવા માગે છે. વિકાસ દુબેના એન્કાઉન્ટરના કારણે ખફા બ્રાહ્મણોએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ વિરોધી મતદાન કરતાં ભાજપને ભારે પછડાટ મળી હતી. જિતિન પ્રસાદને મંત્રી બનાવીને બ્રાહ્મણોને મનાવી લેવાની ભાજપની ગણતરી છે.

પ્રસાદને મળી રહેલા આ મહત્વથી ભાજપમાં ગણગણાટ શરૂ થયો છે. પ્રસાદ ૨૦૧૪ અને ૨૦૧૯માં લોકસભાની ચૂંટણી તો હારી જ ચૂક્યા છે પણ ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમા પણ તિલહર બેઠક પરથી હારી ગયા હતા. સતત હારતા નેતા ભાજપને શું ફાયદો કરાવશે એ સવાલ પૂછાઈ રહ્યો છે.

Read Also

Related posts

સાચવીને રહેજો / કોરોનાનું ત્રણ ગણું જોખમ વધારી શકે છે આ ગંભીર બીમારી, દર્દીઓની થઇ જાય છે આવી હાલત

Dhruv Brahmbhatt

વિનાશ: સ્પેનમાં 50 વર્ષ બાદ ફાટ્યો ખતરનાક જ્વાળામુખી, અમેરિકાથી લઈને કેનેડા સુધી સુનામીની એલર્ટ, 10 હજાર લોકો કરાયા શિફ્ટ

Pravin Makwana

શ્રાદ્ધ પક્ષ/ શું તમારા જીવનમાં પણ ઘટી રહી છે આવી ઘટનાઓ? તો જાણી લો પિતૃ દોષના લક્ષણ અને ઉપાય

Bansari
Do NOT follow this link or you will be banned from the site!