GSTV
Gujarat Government Advertisement

રાજકારણ/ જિતિન પ્રસાદને બ્રાહ્મણ કાર્ડ ફળ્યું, કોંગ્રેસને બહુ મોટો ઝટકો પણ ભાજપનો આ છે પ્લાન

જિતિન

Last Updated on June 10, 2021 by Bansari

ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસ છોડીને જિતિન પ્રસાદ ભાજપમાં જોડાઈ જતાં કોંગ્રેસને બહુ મોટો ફટકો પડયો છે. યુપીમાં સવર્ણોને પોતાની તરફ ખેંચીને ફરી બેઠી થવાની પ્રિયંકા ગાંધીની વ્યૂહરચનાને જિતિનની વિદાયથી મોટો ફટકો પડયો છે. એક સમયે જિતિનની ગણના યુપીના દિગ્ગજ નેતાઓમાં થતી હતી પણ સળંગ બે લોકસભા ચૂંટણીમાં હાર પછી જિતિનની રાજકીય કારકિર્દી પતી ગયેલી મનાતી હતી. જિતિને બ્રાહ્મણ કાર્ડ રમીને બે વર્ષ પહેલાં ‘બ્રાહ્મણ ચેતના પરિષદ’ની રચના કરીને ફરી પોતાની રાજકીય તાકાત ઉભી કરી છે.

જિતિન

વગદાર લોકોને પોતાની સાથે જોડીને બે વર્ષમાં આ સંગઠનને જોરદાર તાકતવર બનાવી દીધું

જિતિને નિવૃત્ત આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ સહિતના વગદાર લોકોને પોતાની સાથે જોડીને બે વર્ષમાં આ સંગઠનને જોરદાર તાકતવર બનાવી દીધું છે. બ્રાહ્મણ યુવા-યુવતીઓ મોટી સંખ્યામાં આ સંગઠનમાં જોડાઈ રહ્યાં છે. યુપીની વસતીમાં ૧૨ ટકા બ્રાહ્મણો છે. પરંપરાગત રીતે આ મતબેંક ભાજપની છે પણ વિકાસ દુબેના એન્કાઉન્ટર તથા ઉપરાછાપરી બ્રાહ્મણોની હત્યાના કારણે બ્રાહ્મણો નારાજ છે. જિતિનના માધ્યમથી બ્રાહ્મણોને મનાવી લેવાશે એ ગણતરીએ ભાજપે જિતિનને લઈ લીધા છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

પ્લેટફોર્મ ટિકિટ દ્વારા પણ થઈ શકે છે ટ્રેન મુસાફરી , જાણો ભારતીય રેલ્વેના આ જરૂરી નિયમો

Vishvesh Dave

ઘરબેઠા થઈ શકશે ખરીદી/ બાઈક ખરીદવાના મૂડમાં છો તો તમારા માટે છે ઉત્તમ તક, 10 હજાર રૂપિયા સુધી મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ

Harshad Patel

પાલનપુરમાં સ્ત્રી-પુરુષ બંનેનાં ગુપ્તાંગ સાથે જન્મ્યું બાળક, 9 વર્ષ પછી થયું સફળતાપૂર્વક ઓપરેશન

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!