રામચરિત માનસ પછી હવે બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને હિન્દુસ્તાની અવામ મોરચા (હમ)ના વડા જીતનરામ માંઝીએ ભગવાન રામ અંગે વિવાદાસ્પદ અને વિરોધાભાસી નિવેદન કર્યું છે. તેમણે રામાયણને કાલ્પનિક કથા ગણાવી છે અને રામ કરતાં રાવણ વધુ મહાન હતો તેમ કહ્યું છે.

અયોધ્યામાં એક તરફ ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે ઉત્તર પ્રદેશ પછી હવે બિહારમાંથી નેતાઓ ભગવાન રામ વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન કરવામાં આવ્યું છે. વારંવાર વિવાદાસ્પદ નિવેદનો કરીને સમાચારોમાં ચમકતા રહેતા હમના વડા જિતનરામ માંઝીએ કહ્યું કે, રામાયણ એક કાલ્પનિક કથા છે અને રામ કરતાં રાવણ વધુ કર્મઠ હતા.
બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝીએ કહ્યું કે, શ્રી રામ ભગવાન નથી પરંતુ એક કાલ્પનિક પાત્ર છે. તેમની સાથે સાથે રાવણ પણ એક કાલ્પનિક પાત્ર છે. પરંતુ કલ્પનાના આધારે જે પુસ્તક લખાયું છે તેમાં રાવણ સાથે ન્યાય નથી થયો. રામાયણમાં રામને મહાન બતાવાયા છે અને રાવણનું અપમાન કરાયું છે. રામ જ્યારે પણ કોઈ મુશ્કેલીમાં હતા ત્યારે તેમને અલૌકિક શક્તિઓનો સાથ મળ્યો હતો. રાવણ સાથે એવું થયું નહોતું. તેમને કોઈ મદદ મળતી નહોતી.
જોકે, માંઝીના આ નિવેદન પર મહાગઠબંધનમાં સામેલ રાજદે વાંધો ઉઠાવ્યો છે. રાજદના નેતા અને પ્રવક્તા શક્તિસિંહ યાદવે જણાવ્યું હતું કે ભગવાન રામ આસ્થાના પ્રતિક છે. બંધારણ આપણને આસ્થા શિખવાડે છે. રામ પર સવાલ ઉઠાવવો યોગ્ય નથી. જિતન રામ માંઝી અનેક વખત હિન્દુ ધર્મ અને શ્રી રામ અંગે વિવાદાસ્પદ નિવેદન આપી ચૂક્યા છે. પહેલાં પણ માંઝીએ રામાયણ અને શ્રી રામના અસ્તિત્વ પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે સત્યનારાયણ પૂજા અંગે પણ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું.
READ ALSO
- BREAKING / તીર્થયાત્રીઓને મક્કા લઈ જઈ રહેલી બસનો અકસ્માત, 20ના મોત-29 ઈજાગ્રસ્ત
- Emotional Intelligence/ ભાવનાઓને હાવી થતા રોકો, આ રીતે કંટ્રોલ કરો પોતાના ઇમોશન્સ
- Japan/ દીક્ષાંત સમારોહમાં યુક્રેનના રાષ્ટ્રપતિ Zelensky બની પહોંચ્યો વિધાર્થી, સોશિયલ મીડિયામાં ફોટો થયા વાયરલ
- 14 એપ્રિલે સૂર્ય પોતાની ઉચ્ચ રાશિમાં પ્રવેશ કરશે, આ રાશિના લોકોને મળશે ઉચ્ચ સફળતા
- સુરતમાં ફૂડ વિભાગનો સપાટો, શહેરની 15 બેકરી સંસ્થાઓ પર દરોડાની કાર્યવાહીથી વેપારીઓમાં ફફડાટ