GSTV
Home » News » Jio યુઝર્સ આનંદો! 90 દિવસ સુધી મળશે આ સર્વિસ એકદમ Free

Jio યુઝર્સ આનંદો! 90 દિવસ સુધી મળશે આ સર્વિસ એકદમ Free

Reliance jio

જિયોએ આ વર્ષે માર્ચમાં એવી જાહેરાત કરી હતી કે કંપની મ્યૂજિક સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ Saavn નું અધિગ્રહણ કરશે. હવે એવું લાગે છે કે અધિગ્રહણની પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે. કારણ કે એપલ એપ સ્ટોરમાં saavn નું નામ jiosaavn થઇ ગયું છે. આ મર્જર બાદથી આઇકોન અને નામમાં ફેરફાર થઇ ગયો છે. જો કે ડિઝાઇન અને ફીચર્સ પહેલા જેવા જ છે.

ધ્યાન આપવા જેવી વાત એ છે કે એપલ એપ સ્ટોરમાં saavn એપની જગ્યા નવી jiosaavan એપ એ લઇ લીધી છે. જો કે તમને જણાવી દઇએ કે jio Music એક અલગ એપની જેમ મોજૂદ રહેશે. આ ચેન્જલોગથી જાણકારી મળી છે કે તમામા જિયો નેટવર્ક યૂઝર્સને 90 દિવસ માટે મફતમાં પ્રીમિયમ saavn પ્રો સબ્સક્રિપ્શન આપવામાં આવશે.

એપલ એપ સ્ટોરમાં jiosaavb એપના 6.1 વર્ઝનમાં શેર કરવામાં આવેલી ચેન્જલોગ પ્રમાણે આ એપ તમામ જિયો યૂઝર્સ માટે ફ્રી રહેશે. સાથે જિયો મ્યૂઝિક યૂઝર્સ પોતાના ખાનગી પ્લેલિસ્ટ અને ડાઉનલોડ્સને નવી એપમાં એક્સેસ કરી શકશો. આ ઉપરાંત 90 દિવસો માટે ફ્રી saavn pro મેમ્બરશિપ જિયોના તમામ પ્રીપેડ અને પોસ્ટપેડ યૂઝર્સને આપવામાં આવશે.

ios પર saavn ના જૂના યૂઝર્સ માટે એપની ડિઝાઇન લગભગ પહેલા જવી રહેશે. jiosaavn ની બ્રાન્ડિંગ એપમાં જોવા મળી છે. કંપનીનો દાવો છે કે એમની પાસે 4.5 કરોડ ટેક્સની લાઇબ્રેરી છે, એમાંથી કેટલાક પ્લેટફોર્મ પર એક્સક્લૂઝિવ રૂપથી ઉપલબ્ધ છે.

Read Also

Related posts

આપના ધારાસભ્ય પાર્ટીથી થયા અસંતુષ્ટ, આપ્યું આ મોટું નિવેદન

Path Shah

સ્વિસ બેંકે કાળા નાણા મુદ્દે કરી આ મોટી કાર્યવાહી, આવી શકે છે ભારતીયો નામ સામે

Nilesh Jethva

લોકસભા ચૂંટણી પરિણામ બાદ, કર્ણાટક અને મધ્યપ્રદેશમાં રાજકીય હલચલ તેજ થઈ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!