GSTV

Jioના સૌથી સસ્તા પ્લાને મચાવી ધમાલ! 84GB ડેટા સાથે 1 વર્ષ સુધી Disney+ Hotstar ફ્રી, સાથે આ બેનેફિટ્સ પણ ખરાં

jio

Last Updated on November 24, 2021 by Bansari

Reliance Jio ઓછા ખર્ચે વધુ ડેટા આપવા માટે જાણીતું છે. કંપની પાસે ગ્રાહકો માટે ઘણા નાના પ્લાન છે, જે વધુ ડેટા બેનેફિટ આપે છે. આજે અમે તમને એક એવા પ્લાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે એરટેલ અને વોડાફોન-આઈડિયાના પ્લાનને પણ માત આપે છે. આ પ્લાન સાથે Disney + Hotstar એક વર્ષ માટે ફ્રીમાં મળે છે. Jioનો 549 રૂપિયાનો પ્લાન ઘણા બેનેફિટ્સ આપે છે. આ સાથે અમે તમને Jioના બાકીના પ્લાન વિશે પણ જણાવીશું.

Jio નો 549 રૂપિયાનો પ્લાન

Jioનો રૂ. 549નો પ્લાન 56 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ પ્લાનમાં દરરોજ 1.5GB ડેટા મળશે. હાઈ સ્પીડમાંથી ડેટા ખતમ થયા બાદ ઈન્ટરનેટ સ્પીડ 64 Kbps થઈ જશે. બેનેફિટ્સ વિશે વાત કરીએ તો, 1 વર્ષ માટે Disney+ Hotstar Mobile મોબાઇલ સબસ્ક્રિપ્શન અને JioTV, JioCinema, JioSecurity અને JioCloudની ઍક્સેસ ઉપલબ્ધ છે.

Jio

Jioનો 444 રૂપિયાનો પ્લાન

500 રૂપિયાથી ઓછી કિંમતના પ્લાનમાં આ પ્લાન Jioનો સૌથી મોંઘો પ્લાન છે. આમાં, યુઝર્સને 444 રૂપિયાને બદલે દરરોજ 2GB ઇન્ટરનેટ, કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કૉલિંગ, 100 SMS પ્રતિ દિવસની સુવિધા અને યોગ્ય Jio એપ્સનું સબ્સ્ક્રિપ્શન મળશે.

Jioનો 151 રૂપિયાનો પ્લાન

Jioનો 151 રૂપિયાનો પ્લાન 30 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ પ્લાન કોઈ ડેઇલી ડેટા લિમિટ સાથે આવે છે. એટલે કે 30GB ડેટા કોઈપણ સમયે વાપરી શકાય છે.

Jio

Jioનો 201 રૂપિયાનો પ્લાન

Jioના 201 રૂપિયાના પ્લાનની વેલિડિટી પણ 30 દિવસ સુધી છે. આમાં યુઝરને 40GB ડેટા મળે છે. આ પ્લાન નો ડેટા લિમિટ વાળો છે. એટલે કે, ડેટા કોઈપણ સમયે વાપરી શકાય છે.

Jioનો 251 રૂપિયાનો પ્લાન

Jioનો 251 રૂપિયાનો પ્લાન 30 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ પ્લાનમાં યુઝરને 50GB ડેટા મળે છે. જેનો ગમે ત્યારે ઉપયોગ કરી શકાય છે.

Read Also

Related posts

કેપ્ટન અમરિંદર સિંહે ભાજપ સાથે કર્યું ગઠબંધન, જૂથવાદ અને નારજગીના કારણે શોધ્યો નવો વિકલ્પ

Zainul Ansari

મની લોન્ડ્રીંગ કેસ / અભિનેત્રી જેક્લીનની મુશ્કેલી વધી, EDએ મોકલ્યું સમન્સ

Zainul Ansari

ભ્રષ્ટ ગેહલોત સરકાર શરુ કરી દે કાઉન્ટડાઉન, વર્ષ 2023માં બહુમતી સાથે બનશે ભાજપની સરકાર : અમિત શાહ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!