GSTV
World

Cases
3268896
Active
2729527
Recoverd
380237
Death
INDIA

Cases
101497
Active
100303
Recoverd
5815
Death

લૉકડાઉન વચ્ચે Jio યુઝર્સની બલ્લે-બલ્લે, વધુ વેલીડીટીની સાથે મળશે આ જબરદસ્ત ફાયદો

Reliance Jio

Jioના મોટાભાગના યુઝર્સ પોતાના માટે, પરિવારજનો માટે કે મિત્રોનું રિચાર્જ ઑનલાઇન કરતાં હોય છે. પરંતુ લૉકડાઉનના કારણે રિટેલ એટલે કે દુકાનથી રિચાર્જ કરાવતા યુઝર્સને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેને ધ્યાનમાં લેતા Jioએ રિચાર્જ કરાવાના અનેક ઑપ્શન્સ રજૂ કર્યા છે. જેમાં UPI, ATM, SMS, Call સામેલ છે.

પરંતુ આ બધાની પહેલ બાદ પણ જોવા મળી રહ્યું છે કે આ મુશ્કેલ ઘડીમાં Jiophoneના યુઝર્સને ઘણી મુશ્કેલી થઇ રહી છે અને તે રિચાર્જ નથી કરાવી શકતાં. આ બાબતને ધ્યાનમાં લઇને Jioએ અનેક ઑફર્સ લૉન્ચ કરી છે અને Jiophone યુઝર્સને રાહત આપી છે.

jio

Jiophone માટે કંપનીએ અનેક બેનેફિટ રજૂ કર્યા છે. Jioએ દેશભરના કરોડો Jiophone યુઝર્સને કૉલ માટે 100 મિનિટ અને 100 એસએમએસ ફ્રીમાં આપવાની વાત કરી છે. જેની વેલીડીટી 17 એપ્રિલ 2020 સુધી હશે અને તે બાદ પણ ઇનકમિંગ કૉલ ચાલુ રહેશે.

Corona વાયરસની વિરુદ્ધ શરૂ કરી મુહિમ

દેશમાં ઝડપથી ફેલાઇ રહેલા કોરોના વાયરસ સામે લડવા માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે એક મુહિમ #CoronaHaaregaIndiaJeetega શરૂ કરી છે. દેશભરના લોકોને તે વાતનો ડર છે કે ક્યાંક તે પણ કોરોના વાયરસથી સંક્રમિત ન થઇ જાય. દુનિયાભરની હોસ્પિટલ કોવિડ-19ના સંક્રમિત દર્દીઓથી ભરાયેલી છે અને તેની તપાસ બધા માટે ઉપલબ્ધ કરાવી મુશ્કેલ છે. તેવામાં રિલાયન્સ જિયોએ MyJio Appમાં અનેક નવા ફીચર્સ જોડ્યા છે, જેથી વાયરસના લક્ષણોની તપાસ તમે જાતે જ સરળતાથી કરી શકો છો.

jio

JioFiberની ડબલ ડેટા ઑફર

Reliance Jioના યુઝર્સ માટે ખુશખબર છે. કંપની પોતાના JioFiber યુઝર્સને દરેક પ્લાન સાથે ડબલ ડેટોનો બેનેફિટ આપી રહી છે. તે બાદ JioFiberના પ્લાન્સમાં 5000 જીબી સુધી એક્સ્ટ્રા ડેટા મળી રહ્યો છે. આ ઉપરાંત કંપની કોરોના વાયરસના લોકડાઉનના કારણે દેશના કેટલાંક સર્કલ્સમાં 10Mbpsની સ્પીડ સાથે બેસિક બ્રોડબેંડ કનેક્ટિવિટી પણ ઑફર કરી રહી છે. તો ચાલો તમને વિગતે જણાવીએ આ ઑફર વિશે…..

JioFiberના તમામ પ્લાન્સ પર ડબલ ડેટા ઑફર કરવામા આવી રહી છે. 649 રૂપિયા વાળા બ્રોન્ઝ પ્લાનમાં યુઝર્સને હવે 100 જીબીના બદલે 200 જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. સાથે જ JioFiberના સિલ્વર પ્લાનમાં હવે તમને 400 જીબી ડેટા મળશે. આ પ્લાન પહેલાં 200 જીબી ડેટા સાથે આવતો હતો.

ગોલ્ડ પ્લાનમાં કંપની 500 જીબી એક્સ્ટ્રા ડેટા આપી રહી છે. ઑફર બાદ હવે ગોલ્ડમાં મળતો ડેટા વધીને 1000 જીબી થઇ ગયો છે. જો JioFiberના ડાયમંડ પ્લાનની વાત કરીએ તો તેમાં 1250 જીબીના બદલે હવે તેમાં 2500 જીબી ડેટા ઑફર કરવામાં આવી રહ્યો છે. આ જ રીતે કંપનીના ટૉપ એટલે કે ટાઇટેનિયમ પ્લાનમાં 5000 જીબીના બદલે 10000 જીબી ડેટા મળે છે.

JioFiber બેસિક બ્રોડબેન્ડ કનેક્ટિવિટી

કોરોના વાયરસના કારણે દેશભરમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યો છે. યુજર્સ આ દરમિયાન ઇન્ટરનેટ માટે પરેશાન ન થાય તે માટે કંપની 10Mbpsની સ્પીડ સાથે કનેક્ટિવિટી ઑફર કરી રહી છે. કંપનીએ આ ઑફરનું એલાન 23 માર્ચે જ કરી દીધું હતું. કંપનીએ કહ્યું કે આ ઑફર અંતર્ગત નવા યુઝર્સને આ પ્લાન ઓછામાં ઓછી રિફંડેબલ ડિપોઝીટ સાથે મળશે.  જણાવી દઇએ કે કંપનીએ આ બંને પ્લાનને લૉકડાઉન પીરિયડ માટે લૉન્ચ કરવામાં આવ્યો છે. કંપનીનો પ્રયાસ છે કે યુઝર્સ પોતાના ઘરમાં રહે અને વર્ક ફ્રોમ હોમને પ્રાયોરિટી આપે. સ્થિતિ સામાન્ય થયા બાદ કંપની આ ઑફર્સ પરત લઇ લેશે. Heading

Read Also

Related posts

મોબાઈલ ફોન ઉત્પાદનમાં ભારતને વિશ્વમાં નંબર વન બનાવવા આ છે કેન્દ્ર સરકારની યોજના, 50 હજાર કરોડ ફાળવ્યા

Dilip Patel

સચિન-સૌરવને પેવેલિયન ભેગા કરનાર આ બોલરની અચાનક ટીમમાંથી હકાલપટ્ટી, બની ગયો પાયલટ

Bansari

બોલિવૂડમાં સૌથી વધુ કમાણી કરતી આલિયા ભટ્ટની નવી ઓફિસ(Office)ની તસવીરો આવી બહાર

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!