Jioનો ધડાકો : હવે ઇન્ટરનેટ વિના Video Call કરી શકશો, ફક્ત Jio યુઝર્સ માટે શરૂ થઇ આ ખાસ સર્વિસ

Reliance jio

રિલાયન્સ જિયોએ વર્ષ 2016માં ફ્રી કૉલિંગ અને ફ્રી ઇન્ટરનેટ સાથે બજારમાં ધમાકેદાર એન્ટ્રી મારી હતી. તે બાદ કંપનીએ એક પછી એક એવી સર્વિસ શરૂ કરી કે કૂદકે ને ભૂસકે જિયો યુઝર્સની સંખ્યા વધતી ગઇ. તેવામાં કંપનીએ હવે નવી ગ્રુપ કૉલીંગ એપ લૉન્ચ કરી છે. જેનું નામ Jio Group Talk છે. આ એપ દ્વારા તમે ઇન્ટરનેટ વિના અને ડેટા ખર્ચ કર્યા વિના પણ કૉલિંગ કરી શકો છો.

રિલાયન્સ જિયોએ Jio Group Talk એપને પ્લે સ્ટોર પર લૉન્ચ કરી દીધી છે. જો કે હજુ આ એપ ટેસ્ટિંગ મોડમાં છે. આ એપને ફ્રીમાં પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાશે. આ એપને હાલ એક્સક્લૂઝીવલી જિયો યુઝર્સ માટે લૉન્ચ કરવામાં આવી છે.

Jio Group Talk એપના ફિચર્સની વાત કરીએ તો આ એપ દ્વારા તમે VoLTEની મદદથી કૉલિંગ કરી શકશે. એટલે કે આ એપનો ઉપયોગ કરવા માટે ઇન્ટરનેટની જરૂર નહી પડે અને સાથે જ ડેટા પણ ખર્ચ નહી થાય. આ એપમાં તમે એક સાથે વધુમાં વધુ 10 લોકો સાથે ગ્રુપમાં વાત કરી શકો છો.

જિયો આ એપમાં એચડી વીડિયો કૉલિંગનો સપોર્ટ પણ આપશે. પરંતુ હાલ આ સુવિધા ઉપલબ્ધ નથી. આ એપ દ્વારા તમે ફક્ત ગ્રુપ કૉલિંગ કરી શકશો. તેની ખાસિયત એ છે કે તમે સામાન્ય ગ્રુપ કૉલિંગ માટે તમે કોન્ફરન્સનો ઉપયોગ કરી શકો છો.

તેવામાં કોઇને હોલ્ડ કરીને કોઇ અન્ય વ્યક્તિ સાથે કોન્ટેક્ટ કરી શકાય છે. પરંતુ આ એપમાં આવું નહી થાય. આ એપમાં કોન્ફરન્સ કૉલને શિડ્યુલ કરવાનો પણ ઓપ્શન આપવામાં આવશે. આ એપ દ્વાકા કોઇને મ્યૂટ અથવા ડિસકનેક્ટ પણ કરી શકાશે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter