જિયો VS વોડાફોન VS એરટેલ : 2GB ડેઇલી ડેટાવાળા આ પ્લાન છે બેસ્ટ, કિંમત 300 રૂપિયાથી પણ ઓછી

jio Highspeed 4G data

જિયોના આવ્યા બાદથી જ્યારેથી હાઇસ્પીડ 4જી ડેટા સસ્તો થયો છે ત્યારથી અન્ય કંપનીઓએ પણ એવા પ્રીપેડ પ્લાન્સ લૉન્ચ કર્યા છે જેમાં ડેલી ડેટા અને અનલિમિટેડ કોલીંગ સાથે અનેક ફાયદા મળે છે. જો તમે પણ તેમાંથી એક છો જેને દરરોજ 2જીબી ડેટાની જરૂર પડે છે તો અમે અહીં તમને 300 રૂપિયાથી પણ ઓછી કિંમતના એરટેલ, વોડાફોન અને જિયોના બેસ્ટ પ્લાન્સ અંગે ડિટેલમાં જણાવી રહ્યાં છીએ.

Jioનો 198 રૂપિયાનો પ્રીપેડ પ્લાન

રિલાયન્સ જિયોના 198 રૂપિયાના પ્લાનમાં અનલિમિટેડ લોકલ અને નેશનલ વોઇસ કોલીંગ કોઇ FUP વિના આપવામાં આવ્ છે. સાથે જ અનલિમિટેડ નેશનલ રોમિંગ પણ મળે છે. આ પ્લાનમાં દરરોજ હાઇ-સ્પીડ 2જીબી 4જી ડેટા આપવામાં આવે છે.

 Vodafoneનો 255 રૂપિયાનો પ્લાન

આઇડિયા સાથે મર્જ થયા બાદ વોડાફોન ટેલીકોમ માર્કેટમાં ઘણી આક્રામક થઇ ગઇ છે. કંપનીનો 255 રૂપિયાનો પ્રીપેડ પ્લાન 28 દિવસોની વેલીડીટી સાથે આવે છે. આ પ્લાનમાં દરરોજ 100 લોકલ અને નેશનલ એસએમએસ આપવામાં આવે છે. સાથે જ આ પ્લાનમાં અનલિમિટેડ લોકલ અને નેશનલ કોલીંગ વિના FUP આપવામાં આવે છે.

ડેટા બેનેફિટ્સની વાત કરીએ તો તેમાં દરરોજ 2જીબી 3G/4G ડેટા આપવામાં આવે છે. જો કે ડેટા લિમિટ પૂરી થયાં બાદ ઇન્ટરનેટનો ઉપયોગ કરવા માટે ગ્રાહકોને 50 પૈસા પ્રતિ એમબીના દરે ચાર્જ ચુકવવો પડશે.

Airtelનો 249 રૂપિયાનો પ્રીપેડ પ્લાન

એરટેલના 249 રૂપિયાના પ્લાનમાં વોડાફોન જેવા જ ફાયદા મળે છે. આ પ્લાન 28 દિવસની વેલીડીટી વાળો છે. તેમાં દરરોજ 100 લોકલ અને નેશનલ એસએમએસ આપવામાં આવે છે. ડેટાની વાત કરીએ તો આ પ્લાનમાં ગ્રાહકોને દરરોજ 2જીબી 3G/4G ડેટા આપવામાં આવે છે. આ ઉપરાંત અહીં અનલિમિટેડ લોકલ અને નેશનલ કોલીંગના પણ ફાયદા આપવામાં આવે છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter