GSTV

Jio vs Airtel vs Voda: જાણો કોનો 399 રૂપિયાનો પ્લાન છે વધુ સારો

Last Updated on June 27, 2020 by Mansi Patel

એરટેલ, જિયો અને વોડાફોન દ્વારા તેના ગ્રાહકોને ઘણી પ્રીપેડ યોજનાઓ આપવામાં આવે છે. વિશેષ વાત એ છે કે આ ત્રણેય કંપનીઓ ગ્રાહકોને 399 રૂપિયાની યોજના આપે છે અને ત્રણેયની યોજનાઓની માન્યતા 56 દિવસની છે. અહીં જાણો, આ કંપનીઓની 399 રૂપિયાની યોજનામાં શું તફાવત છે.

જિયોનો 399 રૂપિયાનો પ્રીપેડ પ્લાન

આ યોજના હેઠળ, ગ્રાહકોને દરરોજ 1.5 જીબી ડેટા આપવામાં આવે છે, બાદમાં સ્પીડ ઘટીને 64 કેબીપીએસ થઈ જાય છે. આ ઉપરાંત ઓન-નેટ ફ્રી કોલીંગ અને ઓફ-નેટ કોલિંગ માટે 2 હજાર એફયુપી મિનિટ આપવામાં આવે છે. આમાં, ગ્રાહકોને દૈનિક 100 એસએમએસ પણ મળે છે. આ યોજનાની માન્યતા 56 દિવસની છે. આ સીવાય આ પ્લાનમાં જીયો ટીવી અને જીયો સાવન જેવી જીયો એપ્સની ફ્રી સબ્સક્રિપ્શન પણ ગ્રાહકોને આપવામાં આવે છે.

એરટેલનો 399 રૂપિયાનો પ્લાન

આ પ્લાનમાં ગ્રાહકોને દરરોજ 1.5 જીબી ડેટાની સાથે અનલિમિટેડ કોલીંગ અને રોજના 100 એસએમએસ દેવામાં આવી રહ્યાં છે. આ પ્લાન પણ 56 દિવસની વેલિડીટી સાથે આવે છે. આ તમામ ફાયદાઓની સાથે જ આ પ્લાનમાં કોમ્પલિમેન્ટ્રી જી5 સબ્સક્રિપ્શન, એરટેલ એક્સટ્રીમ, ફ્રી હેલ્લો ટ્યુન્સ, વિંક મ્યુઝીકનું એક્સેસ, શો એકેડમીનું ફ્રી એક્સેસ અને એરટેલ ફાસ્ટટેગ ખરીદવા ઉપર 150 રૂપિયા કેશબેક પણ આપવામાં આવી રહ્યું છે.

વોડોફોનનો 399 રૂપિયાનો પ્લાન

વોડાફોનના આ પ્લાનમાં ગ્રાહકોને રોજનું 1.5 જીબી ડેટા, અનલિમિટેડ લોકલ/એસટીડી કોલીંગ અને રોજના 100 એસએમએસ દેવામાં આવે છે. આ સિવાય કંપની 28 દિવસની વેલેડીટી માટે એડિશનલ 5 જીબી ડેટા પણ આપે છે. આ પ્લાનની ટોટલ વેલિડીટી 56 દિવસની છે. વોડાફોનનો આ પ્લાન લેનારા ગ્રાહકોને વોડાફોન પ્લેએપ અને જી5નું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે.

Related posts

દિલ્હી મુલાકાત / મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત, બુધવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે ‘ચાય પે ચર્ચા’

Zainul Ansari

2021ના અંત સુધીમાં ભારતને મળશે કુલ 35 રાફેલ, 2022માં સોલો ફાઇટર જેટ થશે સામેલ

Zainul Ansari

કામની વાત / DL, પાસપોર્ટ, આધારકાર્ડ અને પાનકાર્ડ મેળવવા હવે દલાલોની જરૂર નહી, સરકારે લીધું એક મોટું પગલું

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!