GSTV
Home » News » મોબાઇલ યુઝર્સને મોટો ઝટકો: Jio- Airtel-Vodafone-Ideaના ગ્રાહકોનું ખિસ્સુ ખાલી કરાવશે આ નવા રિચાર્જ પ્લાન

મોબાઇલ યુઝર્સને મોટો ઝટકો: Jio- Airtel-Vodafone-Ideaના ગ્રાહકોનું ખિસ્સુ ખાલી કરાવશે આ નવા રિચાર્જ પ્લાન

આર્થિક નુકસાન સામે ઝઝૂમી રહેલી ટેલીકોમ કંપનીઓએ પોતાના પ્રીપેડ ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. સસ્તા કૉલ અને ઇન્ટરનેટના દિવસો હવે ગયાં. જિયો, એરટેલ, વોડાફોન-આઇડિયાએ પોતાના પ્રીપેડ પ્રોડક્ટસ અને સેવાઓ માટે ટેરિફમાં વધારો કરવાની ઘોષણઆ કરી છે. તેનાથી ગ્રાહકોના મોબાઇલ બિલમાં 50 ટકા સુધીનો વધારો થઇ શકે છે.

ભારતી એરટેલ અને વોડાફોન-આઇડિયાએ રવિવારે પોતાના ટેરિફમાં 15થી 40 ટકાના વધારાની ઘોષણા કરી છે. આ વધારે 3 ડિસેમ્બરથી લાગુ થશે. જિયોએ રવિવારે પોતાના નવા ટેરિફ પ્લાનમાં 40 ટકા સુધીનો વધારો કરવાની ઘોષણ કરી. રિલાયન્સ જિયોએ એક નિવેદનમાં કહ્યું કે તેનો નવો પ્લાન ‘ઑલ ઇન વન’ 6 ડિસેમ્બરથી લાગુ થશે.

જિયો

વોડાફોન આઇડિયા અને ભારતી એરટેલ બાદ હવે રિલાયન્સ જિયોના પ્લાન્સ મોંઘા થઇ ગયાં છે. જિયોએ પોતાના નવા ટેરિફ પ્લાનમાં 40 ટકાનો વધારો કરવાની ઘોષણા કરે છે. રિલાયન્સ જિયોએ એક નિવેદનમાં જણાવ્યું કે તેનો નવો પ્લાન ‘ઑલ ઇન વન’ 6 ડિસેમ્બરથી લાગુ થશે જેમાં ગ્રાહકોને વધુ ફાયદો મળશે.

કંપનીએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે, જિયો અનલિમિટેડ વૉઇસ અને ડેટા સાથે ઑલ ઇન વન પ્લાન લાવશે. આ પ્લાનમાં અન્ય મોબાઇલ નેટવર્ક પર કૉલ કરવા માટે યોગ્ય ઉપયોગની નિતી હશે. આ પ્લાન 6 ડિસેમ્બરથી લાગુ થશે.

કંપનીએ કહ્યું કે જો કે નવો ઑલ ઇન વન પ્લાન 40 ટકા સુધી મોંઘો થશે પરંતુ કંપનીએ કસ્ટમર ફર્સ્ટની નીતિને યથાવત રાખતાં તેમાં ગ્રાહકોને 300 ટકા વધુ ફાયદો મળશે. અગાઉ વોડાફોન-આઇડિયા અને એરટેલે પોતાના ટેરિફ પ્લાનના ચાર્જિસમાં વધારાની ઘોષણા કરી હતી જે 3 ડિસેમ્બરથી લાગુ થશે.

વોડાફોન-આઇડિયા

વોડાફોન-આઇડિયાના નેટવર્ક પર ફોન કૉલ અને ડેટા માટે પ્રી-પેડ યુઝર્સને હવે 50 ટકા વધુ કિંમત ચુકવવી પડી શકે છે. ઉદાહરણ તરીકે આઇડિયા વોડાફોનનો જે 12 જીબી ડેટા પ્લાન પહેલાં 999 રૂપિયાનો હતો તે 1499 રૂપિયાનો થઇ ગયો છે.

એરટેલ

આ જ રીતે એરટેલના નવા પ્લાનમાં દરરોજના ટેરિફમાં 50 પૈસાથી 2.85 રૂપિયાનો વધારો થયો છે. એરટેલના નવા પ્લાનથી 169 રૂપિયાના પ્લાનમાં ગ્રાહકોએ 46 ટકાથી પણ વધુ ચાર્જ આપવો પડશે.

Read Also

Related posts

આ મહિલા બની વર્તમાન સમયની સૌથી યુવા વડાપ્રધાન, માત્ર આટલી છે ઉમર

Nilesh Jethva

આ દેશમાં અચાનક જ્વાળામુખી ફાટતા આકાશ ધુમાડાથી છવાયું, પાંચના મોત અનેક લાપતા

Nilesh Jethva

નિર્ભયા ગેંગરેપના નરાધમોને ફાંસી આપવાની સરકારે તૈયારીઓ શરૂ કરી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!