GSTV
Home » News » Jioએ તો અહીં પણ લડી લીધું, Airtel-Vodafone-Ideaને રાતા પાણીએ રડાવ્યાં

Jioએ તો અહીં પણ લડી લીધું, Airtel-Vodafone-Ideaને રાતા પાણીએ રડાવ્યાં

jio offers

રિલાયન્સ જિયોનું નેટવર્ક દેશભરમાં ઝડપથી ફેલાઇ રહ્યું છે. નવા ગ્રાહક બનાવવાની દોડમાં આ ટેલિકોમ કંપનીએ અન્ય ટેલિકોમ કંપનીઓની પછાડતાં સૌથી ઓગળ પોતાનું સ્થાન બનાવી લીધું છે. રિલાયન્સ જિયોના ગ્રાહકોની સંખ્યામાં ડિસેમ્બરમાં પણ વધારો જોવા મળ્યો જ્યારે અન્ય દિગ્ગજ ટેલીકોમ ઓપરેટર્સ વોડાફોન-આઇડિયા અને ભારતી એરટેલના ગ્રાહકોની સંખ્યા આ સમયગાળામાં ઘટતી જોવા મળી.

સમીક્ષાધીન મહિનામાં રિલાયન્સ જીયોએ કુલ 85.8 લાખ નવા ગ્રાહકો જોડ્યા અને કંપનીના ગ્રાહકોની સંખ્યા વધીને 28.01 કરોડ થઇ ગઇ છે. ટ્રાઇએ એક નિવેદનમાં જણાવ્યું કે, ડિસેમ્બર 2018ના અંત સુધી કુલ વાયરલેસ ગ્રાહકોની સંખ્યા વધીને 117.6 કરોડ થઇ ગઇ છે જે નવેમ્બર 2018ના અંત સુધીમાં 117.1 કરોડ હતી.

ગ્રાહકોની સંખ્યાના મામલે દેશની સૌથી મોટા ટેલિકોમ ઓપરેટર વોડાફોન-આઇડિયાના ગ્રાહકોની સંખ્યામાં ડિસેમ્બર 2018માં 23.32 લાખનો ઘટાડો નોંઘાયો. આંકડાઓ પરથી જાણી શકાય કે એરટેલના ગ્રાહકોની કુલ સંખ્યા ડિસેમ્બર 2018થી ઘટીને 34.03 કરોડ થઇ ગઇ છે જે નવેમ્બર 2018છી 15.01 લાખ ઓછી છે.

ક્ષેત્રના હિસાબે ગ્રાહકોની સંખ્યા પર ટ્રાઇનું કહેવું છે કે, ડિસેમ્બર 2018માં ઉત્તર પૂર્વને છોડીને દેશના તમામ સેવા ક્ષેત્રોમાં વાયરલેસ ગ્રાહકોની સંખ્યામાં વધારો નોંધાયો છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ટ્રાઇએ જાન્યુઆરી 2019ની ઇન્ટરનેટ ડાઉનલોડીંગ સ્પીડના આંકડાઓ જારી કર્યા હતા. ડાઉનલોડીંગ સ્પીડમાં 18.8 મેગાબાઇટ પ્રતિ સેકેન્ડના દરે રિલાયન્સ  જિયો ટૉપ પર રહ્યુ.

Read Also

Related posts

વન્ય પ્રાણીઓની સુરક્ષા માટે સરકારે લીધો આ મહત્વનો નિર્ણય

Nilesh Jethva

વડોદરામાં લોકસભાની ચૂંટણીની મતગણતરીને લઈને પોલીસ અને ચૂંટણી તંત્રએ કરી આ તૈયારી

Nilesh Jethva

ઉનાળાની રજાઓમાં ફરી આવો કાશ્મીર, તમારા ખિસ્સાને પરવડે તેવું છે IRCTCના આ ખાસ પેકેજ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!