GSTV
Auto & Tech Trending

Jio યુઝર્સ માટે ફાયદાની વાત! નવી કિંમત લાગુ થતા પહેલા આ કામ કરી લેશો તો બચશે 480 રૂપિયા, જાણો કેવી રીતે

Jio

Reliance Jio Plans મોંઘા થવા જઇ રહ્યાં છે. નવા રેટ્સ 1લી ડિસેમ્બર એટલે કે આવતીકાલથી લાગુ થશે. 1 ડિસેમ્બરથી યુઝર્સે વધુ પૈસા ચૂકવીને રિચાર્જ કરાવવું પડશે. રિચાર્જ માટે યુઝર્સને પહેલા કરતા વધુ પૈસા ચૂકવવા પડશે. આજે અમે તમને એક એવી જ શાનદાર રીત જણાવી રહ્યા છીએ, જેના દ્વારા તમે જૂના રેટ પર રિચાર્જ કરી શકશો અને 480 રૂપિયાની બચત કરી શકશો. આ રીતે તમારા ખિસ્સા પર કોઈ અસર નહીં થાય. આવો જાણીએ કેવી રીતે…

Jio

આ રીતે તમે 480 રૂપિયા બચાવી શકો છો

રૂ.480 બચાવવા માટે તમારી પાસે માત્ર આજનો દિવસ છે. 1 ડિસેમ્બરથી Jioના પ્લાન નવા રેટ પર મળવા લાગશે. અમે તમને તે રીત જણાવવા જઈ રહ્યા છીએ જેના દ્વારા તમે આવતા વર્ષે નવેમ્બર સુધી જૂના દરે ડેટા કૉલિંગ અને SMSનો આનંદ માણી શકશો. વધારાના પૈસા ખર્ચવાથી છુટકારો મેળવવા માટે, તમારે Jio Annual Plan સાથે રિચાર્જ કરવું પડશે. એટલે કે Jioના 2399 રૂપિયાના પ્લાનમાં રિચાર્જ કરીને તમે આખા વર્ષ માટે રિચાર્જ કરી શકશો.

jio

આ હશે નવી કિંમત

2399 રૂપિયાના પ્લાનની નવી કિંમત 2879 રૂપિયા છે. જો તમે આજે રિચાર્જ કરો છો, તો તમને 480 રૂપિયાનો સીધો ફાયદો મળશે. આ પ્લાન સાથે તમને 365 દિવસની વેલિડિટી મળશે.

Reliance Jioનો રૂ. 2399નો પ્લાન

Jioના રૂ. 2399ના પ્લાનમાં યુઝરને 365 દિવસ માટે 2 જીબી ડેટા, અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 SMS આપવામાં આવે છે. આ સાથે જિયો એપ્સની ફ્રી એક્સેસ પણ પ્લાન સાથે ઉપલબ્ધ છે.

Read Also

Related posts

ઓલા ઈલેક્ટ્રીકની ઓફિસમાં ઘૂસ્યા કૂતરા, એકે સોફા પર બેસીને ‘સ્વેગ’ બતાવ્યું; તો CEOએ કર્યું આવું કામ

Damini Patel

India vs Ireland/ પહેલી જ T20માં સંજુ સેમસનને ન મળ્યું પ્લેયિંગ 11માં સ્થાન, સોશિયલ મીડિયા પર યુઝર્સ ભડક્યા

Damini Patel

બાળકે રડતા-રડતા પપ્પાને કરી મમ્મીની ફરિયાદ, છોકરાના મોટા-મોટા આંસુ જોઈ બધા ચોંકી ગયા

Damini Patel
GSTV