GSTV
Gujarat Government Advertisement

Jio Phone યુઝર્સ માટે મોટા સમાચાર! ડેટાની કિંમતે આ સસ્તા ફોનમાં પણ કરી શકશો Whatsapp Calling

Jio

Last Updated on June 10, 2021 by Bansari

Jio Phone યુઝર્સ માટે ખુશખબર છે. Whatsappએ આ વખતે સ્માર્ટફોન માટે નહીં પરંતુ ફીચર ફોન માટે એક મોટી અપડેટ જારી કરી છે. હવે ફીચર ફોનમાં પણ યુઝર્સ WhatsAppના વૉયસ કૉલિંગ ફીચરનું મજા લઇ શકશે. એટલે કે હવે તમે બેલેન્સ ખર્ચ કર્યા વિના ફક્ત ઇન્ટરનેટ યુઝ કરીને ઇચ્છો એટલી વાર કૉલ પર વાત કરી શકશો. જણાવી દઇએ કે આ નવી સુવિધા વૉયસ ઓવર ઇન્ટરનેટ પ્રોટોકોલ VoIP ટેક્નીક પર કામ કરે છે. ચાલો તમને જણાવીએ કે તમે તેને કેવી રીતે યુઝ કરી શકશો.

Jio Phone, KaiOSમાં કરો WhatsAppમાં કરો વૉયસ કૉલનો ઉપયોગ

જો તમે Jio Phone અને KaiOS આધારિત ફીચર ફોનુ યુઝ કરતાં હોય તો તમે Whatsapp વૉયસ કૉલનો પણ ઉપયોગ કરી શકશો. પરંતુ તેના માટે તમારે સૌથી પહેલાં તમારા Jio Phone અને KaiOS ફોનમાં Whatsappનું અપડેટેડ વર્ઝન 2.2110.41 ડાઉનલોડ કરવાનું છે.

ડાઉનલોડ થયા બાદ વૉટ્સએપ ઓપન કરો અને તમે જે વ્યક્તિને ક઼ૉલ કરવા માગો છો તેની ચેટ ઓપન કરો. જ્યાં તમારે ઓપ્શન્સમાં વૉયસ કૉલનું ફીચર સિલેક્ટ કરવાનું છે.

jio

પરંતુ સ્પષ્ટ કરી દઇએ કે આ ફીચરનો ઉપયોગ કરવા માટે તમારા ફીચરમાં વાઇફાઇ અને મોબાઇલ ડેટા હોવો જરૂરી છે.

વૉટ્સએપ વૉયસ કૉલ ફક્ત ઇન્ટરનેટના માધ્યમથી જ યુઝ કરી શકાય છે. વૉટ્સએપ વૉયસ કૉલ ફીચરને યુઝર નોર્મલ કૉલની જેમ રિસિવ કરી શકે છે.

WhatsApp

WhatsApp અને Jio Phoneનો સાથ

જણાવી દઇએ કે Jio Phone માટે વર્ષ 2018માં WhatsApp લૉન્ચ કરવામાં આવ્યું હતું અને તે બાદ વર્ષ 2019માં કંપનીએ KaiOS આધારિત ફીચર ફોન માટે WhatsApp લોન્ચ કર્યુ હતુ. સાથે જ WhatsAppનુ સૌથી લોકપ્રિય અને ખાસ ફીચર હવે Jio Phone અને KaiOS આધારિત ફીચર ફોનમાં ઉપલબ્ધ થઇ ગયું છે. જે હજુ સુધી ફક્ત સ્માર્ટફોનમાં જ ઉપલબ્ધ હતું.

Read Also

Gujarat Government Advertisement

Related posts

સારવાર / 60 હજારના ઈન્જેક્શનની કમાલ, કોરોનાનો ડેલ્ટા વેરિઅન્ટ ધરમૂળથી નાબુદ, 24 કલાકમાં લક્ષણ પણ ગુમ

Harshad Patel

તમે દર મહિને 42 રૂપિયા રોકાણ કરી મેળવો 1000 રૂપિયા પેન્શન, અટલ પેન્શન યોજનામાં સુરક્ષા પણ અને નાણાં પણ

Vishvesh Dave

ખુશખબર/ DAની જાહેરાત પહેલાં આ સરકારી કર્મચારીઓ માટે આવ્યા આનંદના સમાચાર, મેડિક્લેમની મર્યાદા 5 ગણી વધી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!