GSTV
Gujarat Government Advertisement

સુવિધા / જિયોના યુઝર્સ હવે Whatsapp દ્વારા પણ કરી શકશે રિચાર્જ, બસ આ નંબર પર મોકલો એક મેસેજ

Last Updated on June 9, 2021 by Dhruv Brahmbhatt

રિલાયન્સ જિયો દ્વારા વોટ્સએપ થકી રિચાર્જની શરૂઆત કરવામાં આવી છે. જિયોના યુઝર્સ હવે જિયો ચેટબોટ પર વોટ્સએપનો ઉપયોગ કરીને રિચાર્જ તથા પેમેન્ટ કરી શકશે, સવાલોના જવાબ મેળવી શકશે અને ફરિયાદ પણ કરી શકશે. તેના ઉપર કોવિડ-19 વેક્સિનેશનની ઉપલબ્ધતા વિશેની માહિતી પણ પૂરી પાડવામાં આવશે.

700770007 નંબર ઉપર “Hi” લખવાનું રહેશે

આ નવી સેવા થકી લોકોને કોવિડ-19 વેક્સિનની ઉપલબ્ધતા વિશે માહિતી મેળવવા માટે વન-ટાઇમ પાસવર્ડ મેળવવાનો રહેશે. આ સેવાઓ માટે 700770007 નંબર ઉપર “Hi” લખવાનું રહેશે. અન્ય મોબાઇલ નેટવર્ક ઉપર પણ વેક્સિન સંબંધિત માહિતી માટે અને જિયો એકાઉન્ટ રિચાર્જ કરવા માટે ચેટબોટ કામ કરશે.

અન્ય સત્તાવાર ઓનલાઇન પોર્ટલોથી વિપરીત, યુઝર્સ ‘પિનકોડ’ પોસ્ટ કરીને અને પછી વિસ્તારનો પિનકોડ લખીને રસી કેન્દ્ર અને તેની પ્રાપ્યતાની સર્ચને રિફ્રેશ પણ કરી શકે છે. જિયો યુઝર્સ મોબાઇલ નંબર પોર્ટેબિલિટી સેવા, જિયો સીમ માટે સપોર્ટ, જિયોફાઇબર, જિયોમાર્ટ અને ઇન્ટરનેશનલ રોમિંગ સહિતની માહિતી પણ ચેટબોટ પર મેળવી શકે છે.

whatsapp

નોન-જિયો નેટવર્ક અથવા અનરજિસ્ટર્ડ નંબર પરથી એકાઉન્ટ વિશેની માહિતી માંગવામાં આવશે તો ચેટબોટ યુઝરનું વેરિફિકેશન માગશે. અત્યારે ચેટબોટ ઇંગ્લિશ અને હિન્દી ભાષામાં આ સુવિધાઓ આપે છે. ઝડપથી તે અન્ય ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ થશે.

જિયોના યુઝર્સ હવે વોટ્સએપ થકી તેમની મોબિલિટી, જિયોફાઇબર અને જિયોમાર્ટ એકાઉન્ટનો સંપૂર્ણ કંટ્રોલ મેળવશે

જિયોએ હાલના સમયમાં ગ્રાહક સશક્તિકરણ માટે સૌથી નવીન ઉત્પાદન બનવા માટે વોટ્સએપ સાથે સહયોગ સાધ્યો છે. વોટ્સએપ દરેક ઘરમાં જાણીતું છે અને દરેક સ્માર્ટફોન યુઝર દિવસમાં અનેક વાર તેનો ઉપયોગ કરે છે. તેને ધ્યાનમાં રાખીને જિયોના યુઝર્સ તેમની અનુકૂળતા મુજબ સેવાઓ મળી રહે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે, આમ જિયોના યુઝર્સને હવે વોટ્સએપ થકી તેમની મોબિલિટી, જિયોફાઇબર અને જિયોમાર્ટ એકાઉન્ટનો સંપૂર્ણ કંટ્રોલ મેળવશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ષડયંત્ર/ ભારત વિરુદ્ધ સાઇબર જાસૂસી ઓપરેશન ચલાવી રહ્યું છે ચીન, ટેલિકોમ કંપનીઓને બનાવી નિશાન

Damini Patel

કામનું/ હવે સરળતાથી કરી શકશો ઑનલાઇન ફ્રોડની ફરિયાદ, ગૃહ મંત્રાલયે જારી કર્યો હેલ્પલાઇન નંબર

Bansari

નરોડામાં મોબાઈલ ટાવર ઉપર ચડેલાં યુવાનને બે કલાકની મહેનત બાદ ફાયર વિભાગેબચાવી લીધો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!