GSTV
World

Cases
4778209
Active
6299253
Recoverd
537971
Death
INDIA

Cases
259557
Active
439948
Recoverd
20160
Death

Jio યુઝર્સના આવ્યાં રડવાના દિવસો, ગમે તેટલાંનું રિચાર્જ કરાવશો પણ….

jio 99 plan

જો તમે પણ રિલાયન્સ જિયોના ગ્રાહકો હોય તો આ ખબર તમારા માટે મહત્વની છે. જણાવી દઇએ કે જિયોએ પોતાના પ્રિપેડ રિચાર્જ પ્લાનમાં મળતાં ફુલ ટૉક ટાઇમ બેનેફિટ આપવાનું બંધ કરી દીધું છે. તાજેતરમાં જ જિયોએ ઘોષણા કરી હતી કે હવે તે અન્ય નેટવર્ક પર કરવામાં આવતાં કૉલના બદલે સબ્સ્ક્રાઇબર્સ પાસેથી 6 પૈસા પ્રતિ મિનિટનો ઇન્ટરકનેક્ટ યુસેજ ચાર્જ લેશે.

જિયો પોસે 10 રૂપિયાથી લઇને 1 હજાર રૂપિયાની વચ્ચે ટૉક ટાઇમ પ્લાન છે. ટેલિકોમ ટૉકના એક રિપોર્ટ અનુસાર આ પ્લાન્સ પહેલાં ફુલ ટૉક ટાઇમ સાથે આવતાં હતાં પરંતુ હવે તેમાં ફુલ ટૉક ટાઇમ મળવાનું બંધ થઇ ગયું છે.

હવે જિયોના 10 રૂપિયાના ટૉક ટાઇમ રિચાર્જમાં યુઝર્સને 7.47 રૂપિયાની ટૉક ટાઇમ ઑફર આપવામાં આવી રહી છે. આ પ્રકારે 20 રૂપિયામાં 14.95 રૂપિયા, 50 રૂપિયામાં 39.37 રૂપિયા, 100 રૂપિયામાં 81.75 રૂપિયા, 500 રૂપિયામાં 420.73 રૂપિયા અને 1000 રૂપિયાના પ્લાનમાં 844.46 રૂપિયાનો ટૉક ટાઇમ આપવામાં આવી રહ્યો છે. કેટલાંક લોકો તેને જિયો દ્વારા લગાવવામાં આવેલા IUCની અસર માની રહ્યાં છે.

શું છે IUC

IUCને ઇન્ટરકનેક્ટ યુસેજ ચાર્જ કહેવામાં આવે છે. ટ્રાઇ તરફથી અન્ય નેટવર્ક પર કરવામાં આવેલા કૉલ્સના બદલે કંપનીઓ માટે 6 પૈસા પ્રતિ મિનિટ IUC ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. આ ચાર્જ આઉટ ગોઇંગ કૉલ કરનાર ઓપરેટરને કૉલ રિસિવ કરનાર ઓપરેટરને આપવો પડે છે.

ઉદાહરણ તરીકે જો કોઇ જિયો યુઝર વોડાફોન નંબર પર કૉલ કરે તો જિયોએ 6 પૈસા પ્રતિ મિનિટના દરે વોડાફોનને IUC ચાર્જ આપવો પડે.

Read Also

Related posts

વિશાખાપટ્ટનમ ગેસ લીક મામલોઃ LG પોલીમર્સના CEO સહિત 12 લોકોની ધરપકડ

Mansi Patel

મોટી પાનેલીમાં બે દિવસમાં 29 ઈંચ વરસાદ, ગણોદ ગામના નેસડામાં રહેતા લોકોને કરાયા રેસ્ક્યૂ, જામરાવલ ગામ બેટમાં ફેરવાયુ

Nilesh Jethva

રાજકોટ સિવિલ હોસ્પિટલના સેલરમાં ભરાયું પાણી, બોમ્બે હાઉસિંગ સોસાયટીના વીજ થાંભલા પર થયા કડાકા ભડાકા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!